Get The App

તમારા 'શોખ'ને કારણે સરકારને થઈ 70000 કરોડની એક્સ્ટ્રા 'કમાણી', તમારી બચત પણ ખોરવાઈ!

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
GST


GST Cess On Luxury Items: ‘શોખ બહુ મોટી વસ્તુ છે…’ હવે સરકાર પણ એવું જ કહેતી જોવા મળી રહી છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. તમારા શોખથી સરકારની તિજોરીમાં આવક વધી રહી છે. સરકારને સિન ટેક્સ મારફત રૂ. 70,000 કરોડની કમાણી થઈ છે. અર્થશાસ્ત્રની ભાષામાં, તમારા 'શોખ' પર સરકાર જે વધારાનો ટેક્સ કમાઈ રહી છે તેને સિન ટેક્સ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે સિન ટેક્સ પાન મસાલા, દારૂ, સિગારેટ, કાર્બોનેટેડ પીણાં, ઠંડા પીણાં, મોંઘા પરફ્યુમ, આયાતી માલસામાન અને વાહનો પર વસૂલવામાં આવે છે. આ 'લક્ઝરી' પર એક પ્રકારનો ટેક્સ છે. આ ચીજવસ્તુઓ પર સરકાર લક્ઝરી ટેક્સ વસૂલે છે.

GST સેસ તરીકે વસૂલાત

જુલાઈ 2017માં જ્યારે GST સિસ્ટમ લાગુ કરવામાં આવી ત્યારે સૌથી વધુ ટેક્સ સ્લેબ 28 ટકા રાખવામાં આવ્યો હતો. પરંતુ સિનટ ટેક્સ અથવા 'લક્ઝરી ગુડ્સ' માટે 15 ટકા સુધીનો અલગથી સેસ લાદવામાં આવ્યો હતો. આ સેસ લાદવાનો હેતુ આ ચીજવસ્તુઓમાંથી મળતી આવક રાજ્યોના મહેસૂલી નુકસાનની ભરપાઈ કરશે.

સિન ટેક્સની આવક સરકાર માટે સોનાનું ઈંડું આપતી મરઘી

હવે આ સિન ટેક્સ સરકાર માટે 'સોનાના ઈંડા' આપનારી મરઘી બની ગઈ છે. સરકારને આ મથાળે એટલા પૈસા મળી રહ્યા છે કે તમામ ખર્ચા સરભર કરી અને રાજ્યોની લોન ચૂકવ્યા પછી પણ સરકાર પાસે વધારાના 70,000 કરોડ રૂપિયા બચશે. કોવિડ-19 કટોકટી દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો વતી લોન લીધી હતી. આમાંની મોટાભાગની લોનની ચુકવણીની અંતિમ તારીખ માર્ચ 2026 છે. નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે GST સેસ કલેક્શનના ટ્રેન્ડ મુજબ, સરકાર સમય પહેલાં તમામ લોન ચૂકવશે, તો પણ સરકાર પાસે 65,000 કરોડથી 70,000 કરોડ બાકી રહેશે.

સરકારના બજેટના આંકડા પણ આ દાવાની સાક્ષી છે. નાણાકીય વર્ષ 2020-21માં સરકારનું GST સેસ કલેક્શન રૂ. 85,191.9 કરોડ હતું. પછી તે 2021-22માં રૂ. 1,05,000 કરોડ, 2022-23માં રૂ. 1,25,862.40 કરોડ અને 2023-24માં રૂ. 1,45,000 કરોડ થશે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં તે 1,50,000 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

GST કાઉન્સિલની બેઠકમાં સેસની ચર્ચા

આજે યોજાનારી જીએસટી કાઉન્સિલની નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠકમાં સેસ સિસ્ટમ પર ચર્ચા થશે. આ સિસ્ટમ માત્ર નિશ્ચિત મુદત માટે જ લાદવામાં આવી હતી. GST સેસનો આ સમયગાળો માર્ચ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં GST કાઉન્સિલની શનિવારે મળનારી 53મી બેઠકમાં ભવિષ્યમાં GST સેસને લઈને શું કરવું જોઈએ તેના પર ચર્ચા થઈ શકે છે.



Google NewsGoogle News