જૂનમાં આઠ કોર સેક્ટરની વૃદ્ધિ ઘટીને 4 ટકાએ પહોંચી, 20 મહિનાનો આ સૌથી નીચલો સ્તર

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
જૂનમાં આઠ કોર સેક્ટરની વૃદ્ધિ ઘટીને 4 ટકાએ પહોંચી, 20 મહિનાનો આ સૌથી નીચલો સ્તર 1 - image


નવી દિલ્હી : ક્રૂડ ઓઇલ અને રિફાઇનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે જૂન મહિનામાં આઠ કોર સેક્ટરની વૃદ્ધિ ઘટીને ચાર ટકા નોંધવામાં આવી છે જે ૨૦ મહિનાની નીચલી સપાટી છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. મે મહિનામાં કોર સેક્ટરની વૃદ્ધિ ૬.૪ ટકા રહી હતી. જૂન, ૨૦૨૩માં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી જેવા આઠ કોર સેક્ટરની વૃદ્ધિ ૮.૪ ટકા રહી હતી. કોર સેક્ટરની વૃદ્ધિની અગાઉની નીચલી સપાટી ઓક્ટોબર, ૨૦૨૨માં ૦.૭ ટકા નોંધવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જૂન સુધીમાં સમયગાળામાં કોર સેક્ટરની વૃદ્ધિ ૫.૭ ટકા રહી છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૬ ટકા રહી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી)માં આઠ કોર સેક્ટરનો ફાળો ૪૦.૨૭ ટકા હોય છે. જૂનમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ૨.૬ ટકા અને રિફાઇનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ૧.૫ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News