સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ ફરી ઘટાડો

- પામતેલની આવી અસરકારક ડયુટીમાં થયેલો ઘટાડો

- સોયાતેલની ડયુટીમાં નોંધાયેલી ધીમી વૃદ્ધી

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ ફરી ઘટાડો 1 - image


આયાતી ખાદ્યતેલોની ટીરીફ વેલ્યુમાં ફેરફારો : આના પગલે ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટી પણ બદલાઇ

મુંબઈ : મુંબઇ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલ તથા કપાસીયા તેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ નરમ રહ્યા હતા. આયાતી ખાદ્યતેેલોના ભાવ જો કે સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાઇ હતી. અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઇટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૪૪ પોઇન્ટ વધ્યા હતા.

જો કે ઘરઆંગણે આજે સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ ઘટી રૂા. ૧૬૦૦ તથા ૧૫ કિલોના ભાવ ઘટી રૂા. ૨૫૫૦ બોલાતા થયા હતા. સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટી રૂા. ૮૩૦ રહ્યા હતા. મુંબઇ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂા. ૧૬૫૦ વાળા રૂા. ૧૬૪૦ રહ્યા હતા. કપાસીયા તેલના ભાવ ઘટી રૂા. ૯૦૦થી ૯૦૫ બોલાતા હતા. મસ્ટર્ડ સરસવ તેલના ભાવ વધી રૂા. ૧૦ ઘટી રૂા. ૧૦૧૦ તથા રિફાઇન્ડના રૂા. ૧૦૪૦ બોલાતા થયા હતા. 

મુંબઇ આયાતી પામતેલના ભાવ રૂા. ૮૨૦ના મથાળે સૂસ્ત રહ્યા હતા. નવા વેપાર ધીમા હતા. આયાતી  પામતેલના ભાવ આગામી સપ્તાહમાં નીચામાં રૂા. ૮૧૩ તથા  ઉંચામાં રૂા. ૮૨૫ વચ્ચે રહ્યાની શક્યતા બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ રૂા. ૭૬૦ વાળા રૂા. ૭૬૨ રહ્યા હતા.

મુંબઇ સોયાતેલના ભાવ ડિગમના રૂા. ૮૬૫ વાળા રૂા. ૮૬૦ જ્યારે રિફાઇન્ડના ભાવ રૂા. ૯૦૫ રહ્યા હતા. સન ફ્લાવરના ભાવ રૂા. ૮૬૫ તથા રિફાઇન્ડના રૂા. ૯૨૦ બોલાઇ રહ્યા હતા. મુંબઇ દિવેલના હાજરભાવ આજે ૧૦ કિલોના ઝડપી રૂા. ૧૦ તૂટયા હતા જ્યારે હાજર એરંડાના ભાવ ક્વિ.ના રૂા. ૫૦ ઘટયા હતા. મુંબઇ ખોળ બજારમાં ટનના ભાવ સોયાતેલના રૂા. ૪૦૦થી ૫૦૦ વધી આવ્યા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા.

દરમિયાન,  દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇમ્પોર્ટ ડયુટી ગણવા  બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ફેરફારો કરતાં ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં પણ ફેરફારો થયાના નિર્દેશો મળ્યા હતા. ક્રૂડ પામ ઓઇલની આવી ટેરીફ વેલ્યુ ૮૭૦થી ઘટી ૮૬૪ ડોલર થઇ છે જ્યારે આરબીડી પામોલીનની ૮૮૫થી ઘટી ૮૮૦ ડોલર થયાના સમાચાર હતા. જો કે સોયાતેલની આવી ટેરીફ વેલ્યુ ૧૦૧૦થી વધી ૧૦૧૨ ડોલર કરાઇ છે.

આના પગલે  સોયાતેલની ઇફેક્ટીવ ડયુટીમાં સાધારણ વૃદ્ધી થઇ છે. જ્યારે ક્રૂડ પામ ઓઇલ તથા આરબીડી પામોલીનની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. હમીરા ખાતે સોયાતેલ રિફાઇન્ડના ભાવ રેડીના રૂા. ૮૯૫ તથા વિકલીના રૂા. ૯૦૦ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવની આવકો  રાજસ્થાનમાં ૧ લાખ ૫૦ હજાર ગુણી તથા ઓલ ઇન્ડિયા ૩ લાખ ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ ક્વિ.ના વધુ રૂા. ૭૫ ઘટી રૂા. ૫૫૭૫થી ૫૬૦૦ બોલાતા થયા હતા. 

દરમિયાન અમેરિકાના કૃષી બજારોમાં સોયાબીનના ભાવ  તથા સોયાખોળના ભાવ વધ્યા હતા. ત્યાં કોટન વાયદાના ભાવ ઓવરનાઇટ ૮૦થી ૮૫ પોઇન્ટ ઘટયાના નિર્દેશો હતા. 

oilseed

Google NewsGoogle News