Get The App

સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ આગેકૂચ: આયાતી ખાદ્યતેલોમાં ઘટાડો

- વિશ્વ બજારમાં ભાવ તૂટયા: સૌરાષ્ટ્ર કોટન વોશ્ડમાં પીછેહટ

- એરંડા વાયદા બજારમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા

Updated: May 10th, 2024


Google NewsGoogle News
સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ આગેકૂચ: આયાતી ખાદ્યતેલોમાં ઘટાડો 1 - image


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલમાં ધીમા આગેકૂચ ચાલુ રહી હતી સામે કપાસિયા તેલમાંસૌરાષ્ટ્ર પાછળ સુસ્તાઈ રહી હતી. આયાતી વિવિધ ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજાર નરમ હતી. દરમિયાન, સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૯૧૦થી ૯૨૦ રહ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ વધી રૂ.૧૪૮૫ તથા ૧૫ કિલોના રૂ.૨૩૭૫ રહ્યા હતા. વિશ્વ બજારમા મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે ૩૯ પોઈન્ટ  ઘટયો હતો જ્યારે અમેરિકા સોયાતેલના ભાવ ઓવરનાઈટ ૬૯થી ૭૧ પોઈન્ટ તૂટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવ ધીમા ઘટાડા પર રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૫૨૫ રહ્યા હતા જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૯૭૦ રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ ઘટી રૂ.૮૯૦ રહ્યા હતા. નવી માગ ધીમી હતી. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ પણ નરમ હતા. મુંબઈ સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૮૫૫ જ્યારે રિફાઈન્ડના રૂ.૯૧૫ રહ્યા હતા. સનફલાવર તેલ તથા મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ જો કે શાંત હતા.

મુંબઈ દિવેલના ભાવ રૂ.૩ વધ્યા હતા.  જયારે એરંડાના હાજર ભાવ કિવ.ના રૂ.૧૫ વધ્યા હતા સામે એરંડા વાયદા બજારમાં જો કે ભાવ રૂ.૧૬ નરમ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૫૦ ઘટયા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૫૦૦ તૂટયા હતા.  સામે સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૫૦૦ વધી આવ્યા હતા. જો કે અન્ય ખોળો શાંત હતા.

સોયાબીનની આવકો મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં સવા-સવા લાખ ગુણી આવી હતી. મધ્ય પ્રદેશમાં ભાવ રૂ.૪૫૦૦થી ૪૭૫૦ રહ્યા હતા. યુએસના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૧૯૪ પોઈન્ટ તૂટયા હતા સામે સોયાખોળના ભાવ ૨૬ પોઈન્ટ નરમ હતા. મલેશિયામાં આજે પામ પ્રોડકટના ભાવ ૫થી ૭.૫૦ ડોલર ઘટયા હતા.

oilseed

Google NewsGoogle News