મોંઘવારીનો વધુ એક માર: શાકભાજી બાદ સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો
Edible oil Price hike: સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની શરૂઆત થતાં ઓઇલ મિલો બંધ થઇ જતાં માર્કેટમાં સીધી તેલના ભાવ પર વર્તાઇ રહી છે. સિંગતેલ, કપાસિયા, સોયાબિન ઓઇલ અને પામ ઓઇલના ભાવમાં સરેરાશ 30થી 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. આગામી દિવસોમાં પણ હજુ ભાવ વધુ ઉંચકાશે એમ વેપારીઓનું કહેવું છે.
આ પહેલાં પણ છેલ્લા 3 વખત ભાવ વધારો નોંધાયો હતો. રાજકોટમાં સિંગતેલના બજાર માં પ્રતિ 15 કિલ્લો ડબ્બાના ભાવમાં રૂપિયા 40 નો વધારો ઝીંકાયો છે. હાલમાં સિંગતેલનો ભાવ રુપિયા 2600 નજીક પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં વધારો સામાન્ય પરીવાર માટે એક સમસ્યા બની રહેશે. સિંગતેલના ભાવ વધારાના લીધે મધ્યમ વર્ગના પરિવારો બજેટ પણ ખોરવાઇ જશે.
શુક્રવારના અમદાવાદના બજારો
સિંગતેલનો જૂનો ડબો- 2500
સિંગતેલ નવો ડબો- 2600-2680
સિંગતેલ નવો ડબો (15 લિટર) - 2480
કપાસિયા તેલનો જૂનો ડબો-1670
કપાસિયા તેલનો નવો ડબો - 1800-1880