Get The App

ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે 1 - image


Govt Set To Notify Changes In EV Policy: વિશ્વની ટોચની બીજા ક્રમની ઈ-કાર મેન્યુફેક્ચરર ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના પ્રબળ સંકેતો વચ્ચે કેન્દ્ર સરકાર ઈવી પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા સૂત્રો અનુસાર, નવી ઈવી પોલિસીથી વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં બિઝનેસ કરવાનો માર્ગ મોકળો બનશે. નવી ઈવી પોલિસીમાં ભારતમાં ઓછામાં ઓછુ રૂ.4150 કરોડ (50 કરોડ ડોલર)નું રોકાણ કરવાની જોગવાઈ લાગુ કરાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત ઈવી પોલિસીમાં સરકાર કંપનીઓને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા મંજૂરી આપશે. જો કે, તેના માટે નવા મૂડી રોકાણ હેઠળ રૂ. 4150 (50 કરોડ ડોલર)નું રોકાણ કરવુ પડશે. વધુમાં આયાત ડ્યુટી પણ 110 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે. દરવર્ષે 8000 એટલે કે પાંચ વર્ષમાં 40,000 પ્રીમિયમ ઈ-કાર (35,000 ડોલરથી વધુ કિંમતની ઈ-કાર)ની આયાત પર 15 ટકાના કસેન્શનલ રેટ પર ડ્યૂટી ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે ગાબડું, ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના સંકેતો વચ્ચે ઓટો શેર્સ ધડામ, સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટ્યો

ઈવી પોલિસીમાં આ ફેરફારો થવાની શક્યતા

  • વિદેશી ઈવી મેન્યુફેક્ચરર 50 કરોડ ડોલરના પ્રારંભિક મૂડી રોકાણ સાથે ફેક્ટરી શરૂ કરી શકશે.
  • શરૂઆતના પાંચ વર્ષ 40,000 ઈ-કાર પર 15 ટકા આયાત ડ્યૂટી
  • જૂના રોકાણોની ગણતરી 50 કરોડ ડોલરની રોકાણ જરૂરિયાતમાં થશે નહીં
  • રોકાણના ત્રણ વર્ષની અંદર મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવાની રહેશે
  • મેન્યુફેક્ચરિંગની શરૂઆતથી બીજા વર્ષે રૂ. 2500 કરોડ, ચોથા વર્ષે રૂ. 5000 કરોડ અને પાંચમા વર્ષે રૂ. 7,500 કરોડનો ટર્નઓવર ટાર્ગેટ
  • દેશમાં ઉપસ્થિત કાર કંપની ઈલેક્ટ્રિક એસેમ્બલી લાઈન સ્થાપિત કરી શકશે

PM મોદીની મસ્ક સાથેની મુલાકાતથી પરિવર્તન

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ટેસ્લાના માલિક ઈલોન મસ્ક સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભારતમાં ટેસ્લાના પ્રવેશને વેગ આપવા ચર્ચા થઈ હતી. જેના કારણે કેન્દ્ર સરકાર વિદેશી ઈવી મેન્યુફેક્ચરર્સને ભારતમાં રોકાણ અને ઉત્પાદન માટે આકર્ષિત કરવા ઈવી પોલિસીમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. અગાઉ ગતવર્ષે માર્ચ, 2024માં ઈવી પોલિસીમાં ફેરફારો થયા હતા. આગામી બે મહિનામાં નવી પોલિસી જાહેર થઈ શકે છે. જેમાં ભાગ લેવા માટે કંપનીઓને ચારથી પાંચ મહિનાનો સમય આપવામાં આવશે.


ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે 2 - image


Google NewsGoogle News