ખેડૂતો માટે રાહતના સમાચાર, ખાંડના લઘુતમ ટેકાના ભાવ વધવાની શક્યતા, જાણો કેટલી વૃદ્ધિ થઈ શકે

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ખેડૂતો માટે રાહતના સમાચાર, ખાંડના લઘુતમ ટેકાના ભાવ વધવાની શક્યતા, જાણો કેટલી વૃદ્ધિ થઈ શકે 1 - image


Sugar MSP Rate For Upcoming Season: ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. શેરડીના પાક સારા રહેવાના અંદાજની સાથે ખાંડના લઘુતમ ટેકાના ભાવ વધવાની શક્યતા છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સરકાર ઓક્ટોબરમાં શરૂ થનારી ખાંડની આગામી સિઝન માટે ખાંડના લઘુતમ ટેકાના ભાવ વધારવા પર વિચારણા કરી રહી છે.

ઉલ્લેખનીય છે, વર્ષ 2019થી, ખાંડના લઘુતમ ટેકાના ભાવ રૂ. 31 પ્રતિ કિલો પર યથાવત્ છે. સુગર ઈન્ડસ્ટ્રીએ ખાંડના લઘુતમ ટેકાના ભાવ વધારી રૂ. 40-41 પ્રતિ કિગ્રા કરવાની લાંબા સમયથી માંગ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, ઓલ ઈન્ડિયા સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ડિરેક્ટર જનરલ દીપક બલ્લાનીએ જણાવ્યું હતું કે જ્યારે વાજબી અને વળતરયુક્ત ભાવ (FRP) વધે, ત્યારે ખાંડના લઘુતમ ટેકાના ભાવ પણ વધવા જોઈએ.

એફઆરપી 7.4 ટકા વધ્યા

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સિઝન 2024-25 (ઓક્ટો-સપ્ટે) માટે શેરડીની FRPમાં રેકોર્ડ 7.4% અથવા રૂ. 25 વધારી રૂ. 340 પ્રતિ 100 કિગ્રા કરવા 10.25%ના બેઝલાઇન રિકવરી રેટને મંજૂરી આપી હતી.

ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું

બ્રોકરેજ સેન્ટ્રમના સૌથી તાજેતરના ખાંડ ક્ષેત્રના વિશ્લેષણ મુજબ, ઉત્તર પ્રદેશ રાજ્યએ ખાંડની સિઝન 2023-24 માટે પિલાણ પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો (-10% YoY) નોંધ્યો છે, જે મોટે ભાગે રેડ રોટ રોગના કારણે નબળી ઉપજને લીધે છે. જોકે, મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 11.0 MMT હતું, જે SSY23માં 10.5 MMT હતું. દેશભરમાં ઓછા ડાયવર્ઝનને કારણે SSY24 માટે ખાંડના રિકવરી ડેટામાં વાર્ષિક ધોરણે 10.09% સુધારો થયો છે. જે ગતવર્ષની સમકક્ષ છે.

31 મે 2024 સુધીમાં, SSY24 માટે પ્રત્યેક રાજ્યનો ક્રશિંગ ડેટા દર્શાવે છે કે તે ખાંડનું ઉત્પાદન 32.6 MMTની અગાઉની સિઝનની સરખામણીમાં 31.7 MMT નીચે રહ્યું છે. શેરડી પિલાણની પ્રવૃત્તિ SSY23માં 332 MMTની સરખામણીમાં 5.4% ઘટી લગભગ 314 MMT થઈ છે.

ઈથેનોલના ભાવ પણ 3 ટકા વધવાની અપેક્ષા

કેન્દ્ર સરકાર દ્વારા ફોસિલ ફ્યુલનો વપરાશ ઘટાડી ઈથેનોલનો ઉપયોગ વધારવા ફોકસ વધ્યું છે. જેના પગલે ખાંડના વધતા ડાયવર્ઝન સાથે સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથની અપેક્ષા દર્શાવાઈ રહી છે. ઉદ્યોગ જગતને આગામી સિઝનમાં ઈથેનોલના ભાવ 3 ટકાથી વધુ વધવાની અપેક્ષા છે.

  ખેડૂતો માટે રાહતના સમાચાર, ખાંડના લઘુતમ ટેકાના ભાવ વધવાની શક્યતા, જાણો કેટલી વૃદ્ધિ થઈ શકે 2 - image


Google NewsGoogle News