Get The App

બજેટ 2025: ક્રિપ્ટો સહિતની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટને ‘છુપાવેલી સંપત્તિ’ની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
બજેટ 2025: ક્રિપ્ટો સહિતની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટને ‘છુપાવેલી સંપત્તિ’ની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ 1 - image


BUDGET 2025: ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર ફોકસ કરતાં સરકારે બજેટ 2025માં આવકવેરા અધિનિયમ, 1961માં નવી કલમ ઉમેરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ક્રિપ્ટો એક્સચેન્જ અને રોકાણકારોએ ફરિજ્યાતપણે ક્રિપ્ટો એસેટ ટ્રાન્જેક્શનની માહિતી સરકારને આપવી પડશે. આ ઉપરાંત અગાઉના બજેટમાં ક્રિપ્ટોમાં ટ્રેડિંગ પર લાગુ 30 ટકા ટેક્સ યથાવત રાખ્યો છે.

ક્રિપ્ટો માટે આવકવેરામાં નવી કલમ

નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટોમાર્કેટમાં પારદર્શકતા વધારવા આવકવેરા અધિનિયમ 1961માં કલમ 285BAA ઉમેરવામાં આવી છે. જેમાં ક્રિપ્ટોમાં ટ્રેડિંગ સંબંધિત માહિતી ફરિજ્યાતપણે રજૂ કરવી પડશે. વધુમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટને બિનજાહેર આવકોમાં વ્યાખ્યાયિત કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જાહેર ન કરવામાં આવતી આવક (અનડિસ્ક્લોઝ્ડ ઈન્કમ) ગેમ્બલિંગ, હોર્સ રાઈડિંગ, ક્રિપ્ટો ટ્રેડિંગ મારફત થતી આવક સમાવિષ્ટ છે.

ક્રિપ્ટોને રેગ્યુલેટરી નિયંત્રણોમાં સામેલ કરવાની જોગવાઈ

વધુમાં સરકારે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની કલમ 2(47A) હેઠળ ક્રિપ્ટોગ્રાફિક સિક્યુરિટી અને ડિસ્ટ્રિબ્યૂટેડ લીજર ટેક્નોલોજી પર નિર્ભર ક્રિપ્ટો એસેટ્સની વ્યાખ્યાને વિસ્તરિત કરવામાં આવી છે. જેમાં ક્રિપ્ટો ટ્રેડર અને એક્સચેન્જને રેગ્યુલેટરી કવરેજ પ્રદાન થશે. ભારતમાં ડિજિટલ એસેટ ટ્રાન્જેક્શન પર નિયંત્રણો અને અનુપાલનને મજબૂત બનાવતાં નવા સુધારા 1 એપ્રિલ, 2026થી લાગુ કરાશે. 

આ પણ વાંચોઃ શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે ગુડ ન્યૂઝ, બજેટમાં સરકારે આપી ખાસ ભેટ 

30 દિવસમાં માહિતી રજૂ કરવી પડશે

પ્રસ્તાવિત માળખા હેઠળ, ક્રિપ્ટો-એસેટ્સમાં કામ કરતી કોઈપણ નિર્ધારિત એન્ટિટિ કે એક્સચેજે સંબંધિત આવકવેરા અધિકારી સમક્ષ ચોક્કસ સમયગાળાની અંદર અને નિર્ધારિત ફોર્મેટમાં ક્રિપ્ટો ટ્રાન્જેક્શનની વિગતો રજૂ કરવાની રહેશે. જો રજૂ કરાયેલા સ્ટેટમેન્ટમાં ખામીઓ હશે, તો એન્ટિટીને તેમાં સુધારો કરવા 30 દિવસનો સમય આપવામાં આવશે. જો માહિતી રજૂ નહીં થાય તો તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ટેક્સ ઓથોરિટી સમક્ષ ક્રિપ્ટો કંપની અને એક્સચેન્જીસે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.

આ પગલું ફાઇનાન્સ એક્ટ, 2022ના પગલે લેવામાં આવ્યું છે, જેમાં કલમ 115BBH હેઠળ VDA માટે ટેક્સ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ એસેટ ટ્રાન્સફરથી થતાં નફા પર 30 ટકા ટેક્સ અને કલમ 194S હેઠળ ટ્રાન્જેક્શન પર 1 ટકા TDS લાદવામાં આવ્યો હતો.

બજેટ 2025: ક્રિપ્ટો સહિતની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટને ‘છુપાવેલી સંપત્તિ’ની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ 2 - image


Google NewsGoogle News