વાર્ષિક 15થી 17 લાખ આવક ધરાવતા લોકો માટે બજેટમાં આવી શકે છે સારા સમાચાર, સરકારની તૈયારી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
nirmala Sitharaman


Budget 2024-25 Annoucements: કેન્દ્ર સરકાર આવતા મહિને પૂરક બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત બેઠકો કરી રહ્યા છે. સામાન્ય માણસને આ બજેટમાં મોટી રાહતની અપેક્ષા છે. વાસ્તવમાં હવે નાણા મંત્રાલય બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા મુક્તિ સંબંધિત વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ તેમના સંબોધનમાં કહ્યું હતું કે મધ્યમ વર્ગ દેશના વિકાસનો ચાલક છે અને તેમનું કલ્યાણ અને સુવિધા અમારી પ્રાથમિકતા છે.

પગારદારોને બજેટ પાસે અપેક્ષા

નોકરીયાત લોકો આ બજેટમાં મોદી સરકાર પાસેથી આવકવેરામાં છૂટની અપેક્ષા રાખી રહ્યા છે, નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર નવી ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરી શકે છે. અહેવાલ છે કે સરકાર વાર્ષિક 15 થી 17 લાખ રૂપિયાની કમાણી કરનારાઓ માટે આવકવેરાના દર ઘટાડવા પર વિચાર કરી રહી છે. સરકાર વધુને વધુ લોકોને નવા ટેક્સ સિસ્ટમ હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી છે. 

અગાઉ પણ નવી ટેક્સ વ્યવસ્થા લાગૂ થઈ હતી

ગત ટર્મમાં મોદી સરકારે નવી ટેક્સ વ્યવસ્થા શરૂ કરી હતી, સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને લોકપ્રિય બનાવવા માટે તેમાં સતત ફેરફાર કરી રહી છે. હવે જો વાર્ષિક રૂ. 15 થી 17 લાખની કમાણી કરનારાઓ માટે નવા ટેક્સ પ્રણાલી હેઠળ ઓછા ટેક્સની જોગવાઈ કરવામાં આવે તો તેનાથી લોકોને મોટા પાયે રાહત મળશે.

7 લાખ સુધી વાર્ષિક આવક પર છૂટ

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ સરકાર 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરામાં છૂટ આપે છે. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. બંને પર 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ લાગુ થશે. તેનો અર્થ એ છે કે, નવી ટેક્સ સિસ્ટમ હેઠળ, 7.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

નવી ટેક્સ વ્યવસ્થામાં 0-3 લાખ રૂપિયાના વાર્ષિક પગાર પર કોઈ ટેક્સ નથી, ત્યારબાદ 3થી 6 લાખ રૂપિયાની આવક પર 5%, રૂ. 6થી 9 લાખની આવક પર 10%, રૂ. 9થી 12 લાખની આવક પર 15%, રૂ. 12થી 15 લાખની આવક પર 20% અને 15 લાખથી વધુ આવક પર 30% ટેક્સ લાગૂ છે. આ સિવાય 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ તરીકે વસૂલવામાં આવે છે.

  વાર્ષિક 15થી 17 લાખ આવક ધરાવતા લોકો માટે બજેટમાં આવી શકે છે સારા સમાચાર, સરકારની તૈયારી 2 - image


Google NewsGoogle News