ખેડૂતોને કેન્દ્ર સરકારની નવા વર્ષની ભેટ: પીએમ ફસલ યોજનાની નાણાકીય ફાળવણી-ખાતર કંપનીઓને સહાય વધારી
Pradhan Mantri Fasal Bima Yojana: નવા વર્ષના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારે કરોડો ખેડૂતોને લાભ આપતાં મોટો નિર્ણય લીધો છે. વર્ષના પ્રથમ દિવસે મોદી કેબિનેટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ફાળવણીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તદુપરાંત ફર્ટિલાઇઝર કપંનીઓ માટે નાણાકીય સહાયમાં વધારો કરતાં સબસિડી પણ વધારી છે.
68515 કરોડની ફાળવણી
કેબિનેટે ફસલ બીમા યોજના હેઠળ ફંડની ફાળવણી વધારી રૂ. 69515 કરોડ કરી છે. તદુપરાંત ક્લેમની પતાવટને વેગવાન બનાવવા એક ફંડનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે.
DAP ફર્ટિલાઇઝર માટે 3850 કરોડનું પેકેજ
કેબિનેટે પાકની જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો અને ખાતર કંપનીઓને DAP ફર્ટિલાઇઝર માટે વધારાની સબસિડી જાહેર કરી છે. આ માટે રૂ. 3850 કરોડનું પેકેજ રજૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને રૂ. 1350 પ્રતિ કિગ્રાના ભાવે DAP મળતું રહેશે. વધારાના ખર્ચનું વહન સરકાર કરશે.
આ પણ વાંચોઃ 2024ના છેલ્લા દિવસે આકાશમાં બની અનોખી ઘટના, પૃથ્વીની નજીકથી પસાર થયો લઘુ ગ્રહ
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (2023-24)
1. સૌથી મોટી યોજનાઃ પોલીસી જાહેર કરવા મામલે સૌથી મોટી યોજના કુલ પ્રીમિયમના મામલે ત્રીજી સૌથી મોટી પોલિસી
2. અમલઃ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. યોજના હેઠળ 20 વીમા કંપનીઓ રજિસ્ટર્ડ છે.
3. પાક સુરક્ષાઃ વાવણીથી માંડી લણણી સુધી તેમજ ત્યારબાદ પાકની સંપૂર્ણ સુરક્ષા, પાકનું નુકસાન વાવણી અને પાકના પ્રમાણના આધારે નિર્ધારિત કરવામાં આવશે. કુદરતી આફતો અને જળવાયુ પરિવર્તનના કારણે થતા નુકસાનનું કવરેજ મળશે.
4. ફંડિંગ પેટર્નઃ ફસલ બીમા યોજના હેઠળ ફાળવવામાં આવેલા ફંડની ફાળવણી ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 90:10 અને અન્ય રાજ્યો માટે 50:50ના રેશિયોમાં થશે.
5. હપ્તોઃ ખેડૂતો માટે પ્રીમિયમ રેટ 1.5 ટકાથી 5 ટકા છે. પ્રીમિયમ ખર્ચ 16 ટકાથી ઘટી 11 ટકા થયો છે. જેનાથી રૂ. 10500 કરોડની બચત થશે.
ખેડૂતોને મળશે લાભ
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતો રજિસ્ટર્ડ છે. જેમાં 55 ટકા નોન લોન છે. 6 કરોડ હેક્ટર કૃષિ જમીનનો વીમો છે. ખેડૂતો આ યોજનાની સહાય સંબંધિત મૂંઝવણો અને ફરિયાદો ટોલ ફ્રી નંબર 14447 પર રજિસ્ટર્ડ કરાવી શકે છે. છેલ્લા આઠ વર્ષમાં ખેડૂતોને યોજના હેઠળ રૂ. 1.70 લાખ કરોડ ચૂકવવામાં આવ્યા છે.