મોંઘી થતી દાળ પર અંકુશ લાદવા સરકારનું મોટું પગલું, વેપારીઓએ દર અઠવાડિયે આપવો પડશે આ ડેટા
Pulses Prices: કઠોળની વધતી કિંમતો અને તેની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે મોટુ પગલું લીધુ છે. કન્ઝ્યુમર બાબતોના સચિવ નિધી ખરેએ 15 એપ્રિલ, 2024 દરમિયાન ઓનલાઈન સ્ટોક મોનિટરિંગના સંચાલન માટે દાળના ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે દાળની ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી. તેઓએ કઠોળના વાયદા ટ્રેડિંગમાં સામેલ કોઈપણ વ્યક્તિ વિરૂદ્ધ Essential Commodities Act જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વેરિફિકેશન માટે ઈન્ડસ્ટ્રી પાસેથી ફીડબેક અને અલગ-અલગ માર્કેટ પ્લેયર્સ સાથે મળી સ્ટોકની સ્થિતિ સંબંધિત માહિતી એકત્ર કરી હતી.
15 એપ્રિલથી સાપ્તાહિક સ્ટોકનો રિપોર્ટ આપવો પડશે
આયાતકારો અને અન્ય વેપારીઓએ જેમ કે, દાળ બનાવતા માલિકો, સ્ટોકિસ્ટો, રિટેલ વેપારીઓ સહિત તમામે 15 એપ્રિલ,2024થી https://fcainfoweb.nic.in/psp/ પોર્ટલ પર સાપ્તાહિક ધોરણે આયાત પીળા વટાણા સહિત ઉપલબ્ધ તમામ દાળના સ્ટોક વિશે માહિતી રજૂ કરવાની રહેશે.
મ્યાનમારથી આયાત પર પેમેન્ટ મિકેનિઝમ
સરકારે મ્યાનમાર પાસેથી દાળની આયાત કરનારા વેપારીઓ માટે પેમેન્ટ મિકેનિઝમ સરળ અને અનુકૂળ બનાવ્યા છે. કન્ઝ્યુમર બાબતોના મંત્રાલયે એક નિવેદન આપ્યું હતું કે, આયાતકારોએ પંજાબ નેશનલ બેન્ક મારફત સ્પેશિયલ રૂપિ વોસ્ટ્રો એકાઉન્ટ દ્વારા રૂપિ/ક્યાત ડાયરેક્ટ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા કહ્યું છે. ભારતની ઘરેલુ અછત દૂર કરવા ખાસ કરીને તુવેર અને અડદની દાળની આયાત મ્યાનમારથી થાય છે.
નવુ મિકેનિઝમ સમુદ્રી અને સીમા પારના વેપારો માટે પણ લાગુ થશે. ટ્રેડર્સ દ્વારા મિકેનિઝમ અપનાવવા કરન્સી કન્વર્ઝન સંબંધિત ખર્ચ ઘટશે. તેમજ ફોરેક્સ રેટ સંબંધિત પડકારો પણ દૂર થશે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત તમામ સ્ટોકહોલ્ડિંગ સંસ્થાઓ દ્વારા વીકલી સ્ટોક ડિસક્લોઝર લાગુ કરવા અને તેમના દ્વારા જારી સ્ટોકને વેરિફાઈ કરવા કહ્યું છે. ટોચના પોર્ટ્સ અને દાળ ઉદ્યોગ કેન્દ્રોમાં સ્થિત ગોડાઉનમાં ઉપલબ્ધ સ્ટોકનું સમયાંતરે વેરિફિકેશન કરવા અને ખોટી માહિતી આપનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે.