Get The App

કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : 70 લાખ મોબાઈલ નંબર કરી દીધા સસ્પેન્ડ, ડિઝિટલ ફ્રોડ રોકવા લેવાયા એક્શન, બેંકોને આપી સલાહ

ખરેખર તો આ પગલું વધતાં ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવાયું છે

હવેથી આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : 70 લાખ મોબાઈલ નંબર કરી દીધા સસ્પેન્ડ, ડિઝિટલ ફ્રોડ રોકવા લેવાયા એક્શન, બેંકોને આપી સલાહ 1 - image

image : Envato 



Mobile Number Suspended: સરકારે એક મોટી કાર્યવાહી કરતાં 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે હવેથી આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. 

સરકારે કેમ ભર્યું આ પગલું? 

હવે તમારા મગજમાં એ સવાલ થતો હશે કે સરકારે આ પગલું કેમ ભર્યું? ખરેખર તો આ પગલું વધતાં ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવાયું છે. સસ્પેન્ડ કરાયેલા મોબાઈલ નંબરમાં એવા નંબર સામેલ હતા જે કોઈને કોઈ શંકાસ્પદ લેવડ-દેવડ સાથે જોડાયેલા હતા. ખરેખર આ મામલે નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ જાણકારી આપતા કહ્યું કે ઈન્ટરનેટના દોરમાં ડિજિટલ પેમેન્ટને લઈને થતાં ફ્રોડને રોકવા માટે આ પગલું લેવાયું છે. 

નાણાકીય સેવા સચિવે આપી માહિતી 

નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ આ અંગે જાણકારી આપતાં કહ્યું કે ડિજિટલ ફ્રોડના વધતાં જતાં કેસને જોતાં બેન્કોને પણ નિર્દેશ આપી દેવાયા છે. બેન્કોને તેમની પ્રક્રિયાઓ અને સિસ્ટમને પહેલાથી વધુ મજબૂત બનાવવા કહેવાયું છે. આ મુદ્દે ભવિષ્યમાં બેઠકો થતી રહેશે. તેની સાથે જ આગામી બેઠક જાન્યુઆરીમાં યોજાશે. 

કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : 70 લાખ મોબાઈલ નંબર કરી દીધા સસ્પેન્ડ, ડિઝિટલ ફ્રોડ રોકવા લેવાયા એક્શન, બેંકોને આપી સલાહ 2 - image


Google NewsGoogle News