સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ વધુ ઘટાડો, 1 જૂનથી નવા સુધારા લાગુ
Windfall Tax On Crude Oil: સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર લાગૂ વિન્ડફોલ ટેક્સમાં વધુ ઘટાડો કર્યો છે. 1 જૂનથી પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ રૂ. 5,700થી ઘટાડી રૂ. 5,200 પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો છે. સરકારે આ અંગે 31 મેના રોજ નોટિફિકેશન જાહેર કર્યું છે. સરકાર દર બે અઠવાડિયે વિન્ડફોલ ટેક્સ એડજસ્ટ કરે છે. ડીઝલ અને એવિએશન ફ્યુઅલ ટર્બાઈન્સના વિન્ડફોલ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે શૂન્ય જ રહેશે.
અગાઉ પણ ઘટાડ્યો હતો વિન્ડફોલ ટેક્સ
આ પહેલા 16 મેના રોજ સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તે રૂ. 8,400 પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને રૂ. 5,700 કરવામાં આવ્યો હતો. અગાઉ તે રૂ. 9,600થી ઘટાડીને રૂ. 8,400 પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો હતો.
વિન્ડફોલ ટેક્સનો હેતુ
સરકારે જુલાઈ 2022માં ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને ગેસોલિન, ડીઝલ અને ઉડ્ડયન ઈંધણ પર વિન્ડફોલ ટેક્સ લાદવાનું શરૂ કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય ખાનગી રિફાઇનિંગ કંપનીઓનું સંચાલન કરવાનો હતો, જેઓ ભારતીય બજારમાં વેચવાને બદલે તેમના ઉત્પાદનોની નિકાસ કરીને ઉચ્ચ રિફાઇનિંગ માર્જિન કમાતા હોય છે.
ભારતે જુલાઇ 2022માં ક્રૂડ ઓઇલના ઉત્પાદન અને ગેસોલિન, ડીઝલ અને ઉડ્ડયન ઇંધણની નિકાસ પર કર લાદવાની શરૂઆત કરી હતી જેથી ખાનગી રિફાઇનર્સનું નિયમન કરી શકાય કે જેઓ મજબૂત રિફાઇનિંગ માર્જિનથી લાભ મેળવવા માટે સ્થાનિક સ્તરે ઇંધણને વિદેશમાં વેચવા માગે છે.