સરકારે કરદાતાઓને રાહત આપી, પ્રોપર્ટી પર ઇન્ડેક્સેશનનો લાભ જાળવી રાખ્યો, આ રીતે થશે ફાયદો
Image: IANS |
Long term capital gains tax On Property: પ્રોપર્ટી માલિકો માટે સારા સમાચાર છે. સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સના નિયમોમાં રાહત આપવાની જાહેરાત કરી છે. 23 જુલાઈએ કેન્દ્રીય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રોપર્ટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના નિયમોમાં ફેરફારો કર્યા હતા. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20 ટકા ઘટાડી 12.5 ટકા કર્યો હતો. પરંતુ ઇન્ડેક્સેશનનો લાભ દૂર કર્યો હતો. આ બદલાવથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં નિરાશા સર્જાઈ હતી.
કરદાતાઓને ઇન્ડેક્સેશનનો વિકલ્પ મળશે
સરકારે 6 ઑગસ્ટે કહ્યું હતું કે હવે કરદાતાઓ પાસે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના 12.5 ટકા અને 20 ટકા ટેક્સ રેટ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. જો કોઈપણ કરદાતા ઇન્ડેક્સેશન લાભ ઇચ્છે છે તો તેણે 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ વ્યક્તિ ઇન્ડેક્સેશન લાભ મેળવવા માંગતી નથી, તો તેણે લાંબા ગાળાના મૂડી લાભ પર 12.5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. કરદાતાઓને આ વિકલ્પ ફક્ત 23 જુલાઈ પહેલાં વેચાયેલી મિલકતના કિસ્સામાં જ મળશે.
આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો કારણ અને આજની લેટેસ્ટ અપડેટ્સ
23 જુલાઈ પહેલા પ્રોપર્ટી વેચનારાઓને જ રાહત
રિયલ એસ્ટેટ કંપનીઓને પ્રોપર્ટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નિયમોમાં સરકારની છૂટથી રાહત મળશે. આનાથી ઘણા પ્રોપર્ટી માલિકોને પણ ફાયદો થશે જેમણે 23 જુલાઈ પહેલા તેમની મિલકતો વેચવા પર લોંગ ટર્મ કેપિટલ ગે`ઇન મેળવ્યો છે. હવે તેમની પાસે ઇન્ડેક્સેશન સાથે અને તે સિવાય ટેક્સ ચૂકવવાનો વિકલ્પ હશે.
ઇન્ડેક્સેશન લાભ શું છે?
ઇન્ડેક્સેશન લાભને કારણે મિલકતની ખરીદ કિંમત વધે છે. વાસ્તવમાં, ઇન્ડેક્સેશન હેઠળ પ્રોપર્ટીની ખરીદ કિંમત ફુગાવા સાથે એડજસ્ટ કરવામાં આવે છે, ધારો કે તમે 15 વર્ષ પહેલાં રૂ. 10 લાખમાં એક પ્રોપર્ટી ખરીદી હતી. તે 1 જુલાઈએ રૂ. 20 લાખમાં વેચી દીધી હતી. જેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન રૂ. 10 લાખ થાય છે. પરંતુ ઇન્ડેક્સેશનના લાભને કારણે તેમાં કેપિટલ ગેઇન અર્થાત મૂડી લાભ રૂ. 6 લાખ થાય છે. જેથી હવે તમારે છ લાખ પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. ઇન્ડેક્સેશન સિવાય તમારે રૂ.10 લાખના મૂડી લાભ પર જ 12.5 ટકા ટેક્સ ચૂકવવાનો થશે.