Get The App

યુનિફાઈડ પેન્શન સ્કીમ: સરકારની નવી પેન્શન યોજનામાં આ બાબત ધ્યાનમાં રાખજો, નહીં તો લાભ નહીં મળે

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
UPS scheme

Image: FreePik


Unified Pension Scheme For Employees: કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના રજૂ કરી છે, જે નેશનલ પેન્શન સ્કીમ (NPS) જેવી જ છે. આ યોજના 1 એપ્રિલ, 2025 એટલે કે નાણાકીય વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન આપવા માટે આ યોજનાની જાહેરાત કરી છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન આપવામાં આવશે. જો કર્મચારીનું મૃત્યુ થાય છે, તો ખાતરીપૂર્વક કુટુંબ પેન્શનની પણ જોગવાઈ છે. આ સિવાય લઘુતમ ફિક્સ પેન્શન પણ અપાશે. જો કે, યુપીએસ અને એનપીએસની પસંદગી કરવી અત્યંત જરૂરી છે, જેની મદદથી જ યોજનાનો લાભ લઈ શકાશે.

પસંદગી કરવી જરૂરી

પેન્શનનો લાભ લેવા માટે કર્મચારીએ UPS અને NPS વચ્ચે પસંદગી કરવાની રહેશે. જો તમે એકવાર UPS વિકલ્પ પસંદ કરો છો, તો તમે ક્યારેય NPS પસંદ કરી શકશો નહીં. જ્યારે તમે NPSનો વિકલ્પ પસંદ કરો છો, તો તમે ક્યારેય UPSનો વિકલ્પ પસંદ કરી શકશો નહીં.

આ પણ વાંચોઃ કેન્દ્રની નવી પેંશન સ્કીમ : 10 વર્ષ બાદ નોકરી છોડી તો 10 હજાર પેંશન મળશે

UPSમાં કેટલું યોગદાન આપવું પડશે?

સરકારની આ યોજના હેઠળ NPSની જેમ જ પગારમાંથી યોગદાન આપવું પડશે. સરકારી કર્મચારીઓએ UPS હેઠળ 10 ટકા યોગદાન આપવું પડશે, જે NPS હેઠળ પણ આપવામાં આવે છે. જો કે, સરકારે UPSમાં તેનું યોગદાન 14 ટકાથી વધારીને 18.5 ટકા કર્યું છે. મતલબ કે કર્મચારીઓને નિવૃત્તિ પછી સારું પેન્શન મળી શકે છે.

યુનિફાઈડ પેન્શન સ્કીમ: સરકારની નવી પેન્શન યોજનામાં આ બાબત ધ્યાનમાં રાખજો, નહીં તો લાભ નહીં મળે 2 - image

મૂળ પગાર રૂ. 50 હજાર હશે, તો કેટલું પેન્શન મળશે?

યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીને નિવૃત્તિ પછી 12 મહિનાનો એવરેજ બેઝિક પગારના 50 ટકા રકમ પેન્શન પેટે આપવામાં આવશે. જેની ગણતરી આ મુજબ કરી શકાય. જો તમે સરકારી કર્મચારી છો અને તમે NPSને બદલે UPS પસંદ કરો છો અને છેલ્લા 12 મહિનાનો તમારો સરેરાશ બેઝિક પગાર રૂ. 50 હજાર છે, તો આ યોજના હેઠળ તમને નિવૃત્તિ પછી દર મહિને 25 હજાર રૂપિયા મળશે. જો કે, તેમાં મોંઘવારી રાહત (DR) અલગથી ઉમેરવામાં આવશે. એટલે કે, પેન્શનની રકમ 35 હજાર સુધી વધી શકે છે.

જ્યારે કર્મચારીનું મૃત્યુ થાય છે અને તેનું પેન્શન 30 હજાર રૂપિયા પ્રતિ મહિને છે, તો તેના પરિવારને પેન્શનના 60 ટકા રકમ આપવાની જોગવાઈ અંતર્ગત નિશ્ચિત મહિનાનું પેન્શન 18 હજાર રૂપિયા થશે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શું છે?

યુનિફાઇડ પેન્શન સ્કીમને શનિવારે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. UPS હેઠળ, હવે નિવૃત્ત કર્મચારીઓને 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% ફિક્સ પેન્શન તરીકે આપવામાં આવશે. જો કે, આ પેન્શન મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપવી પડશે.

જો કર્મચારીનું મૃત્યુ થશે, તો તેના પરિવારને એક નિશ્ચિત પેન્શન પણ આપવામાં આવશે, જે નિવૃત્ત સરકારી કર્મચારીને મળતા પેન્શનના 60 ટકા હશે. મિનીમમ એશ્યોર્ડ પેન્શન પણ આપવામાં આવશે, એટલે કે જેઓ માત્ર 10 વર્ષ સુધી કામ કરે છે તેમને ઓછામાં ઓછા 10,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

23 લાખ સરકારી કર્મચારીઓને લાભ

કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ લાભ મળશે. જો રાજ્ય સરકારો આ યોજનાનો અમલ કરે તો પણ તેનો લાભ મળશે. યુનિફાઇડ પેન્શન સ્કીમ અથવા UPS ફિક્સ્ડ પેન્શન અને ફેમિલી પેન્શનની બાંયધરી આપીને સરકારી કર્મચારીઓને વધુ સારી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સિવાય મોંઘવારી વધવાની સાથે આ યોજના હેઠળ પેન્શનમાં પણ વધારો કરવાની જોગવાઈ છે. 

યુનિફાઈડ પેન્શન સ્કીમ: સરકારની નવી પેન્શન યોજનામાં આ બાબત ધ્યાનમાં રાખજો, નહીં તો લાભ નહીં મળે 3 - image


Google NewsGoogle News