કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા

ભારે દબાણના કારણે સરકારે નિર્ણય બદલવો પડ્યો

શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા 1 - image


Ethanol in India: સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો છે. શનિવારે નવો આદેશ જાહેર કરતા ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીનો રસ અને બી-હેવી ગોળનો ઉપયોગ ચાલુ જ રહેશે. આના કારણે 2023-24માં ગ્રીન ફ્યુઅલ ઇથેનોલના ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. તેમજ સ્ટોક પણ ઓછો નહીં પડે. અગાઉ, સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ખાંડની વધતી કિંમતના કારણે લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ 

સ્થાનિક બજારમાં ખાંડની વધતી કિંમતો અને અવિરત પુરવઠાને ધ્યાનમાં રાખીને 7 ડિસેમ્બરે, ઇથેનોલ ઉત્પાદન માટે સરકારે શેરડીના રસ અને ખાંડની ચાસણીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે નવા નિયમ મુજબ કંપનીએ તેમના નિર્ણય અંગે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરેક દારૂના કારખાના માટે ઉત્પાદન લક્ષ્યાંકો પણ ફરીથી જાહેર કરશે. તેમજ કંપનીઓએ તેમના નિર્ણય વિશે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે. આ ઉપરાંત સુગર મિલો અને દારૂના કારખાનાએ પણ ઉત્પાદનની માહિતી આપવી પડશે. તેમજ શેરડીનો રસ અને ભારે ગોળનો ઉપયોગ સ્પિરિટ અને દારૂના ઉત્પાદનમાં થઈ શકશે નહીં. આ ઉપરાંત તમામ ગોળ આધારિત દારૂના કારખાના ઇથેનોલ બનાવવા માટે C-હેવી ગોળનો ઉપયોગ કરશે. 

ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા 

શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવવા બાબતે શુક્રવારે ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ નિર્ણય લીધો છે. વર્ષ 2023-24 માટે 17 લાખ ટન ખાંડનો ઉપયોગ ઇથેનોલ પ્રયોગ માટે કરવામાં આવશે. લાગેલા પ્રતિબંધ પહેલા ઇથેનોલ ઉત્પાદનમાં 6 લાખ ટન ખાંડનો ઉપયોગ થતો હતો. સરકારનો અંદાજ છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટીને લગભગ 33 મિલિયન ટન થશે. ગત સિઝનમાં ખાંડનું ઉત્પાદન 3.73 કરોડ ટન હતું.

પ્રતિબંધથી ખાંડ મિલોની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર 

ISMA (ખાંડ કંપનીઓના સંગઠન)એ કહ્યું હતું કે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર પ્રતિબંધથી ખાંડ મિલોની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડશે. તેમજ આ નિર્ણયને કારણે 15,000 કરોડ રૂપિયાનું રોકાણ જોખમમાં છે. ઉપરાંત એ આશંકા પણ છે કે અચાનક પ્રતિબંધ લાદવાથી શેરડીના ખેડૂતોને ચૂકવણી કરવામાં વિલંબ થઇ શકે છે. આ પ્રતિબંધ લાદવાથી ખાંડ અને ઇથેનોલ સંબંધિત શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા 2 - image



Google NewsGoogle News