Get The App

iPhoneમાં ભાડું વધારે અને એન્ડ્રોઇડમાં ઓછું? સરકારે Ola-Uberને નોટિસ ફટકારી માંગ્યો જવાબ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
consumer Affairs Minister


Govt Issues Notice To Ola, Uber: કેન્દ્ર સરકારે આઇફોન અને એન્ડ્રોઇડ યુઝર્સ પાસેથી અલગ-અલગ ભાડું વસૂલવા બદલ ઓલા અને ઉબરને નોટિસ ફટકારી છે. ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ આ અંગે જણાવ્યું હતું. અગાઉ ડિસેમ્બર, 2024માં કેન્દ્ર સરકારે આ મામલે અનેક ફરિયાદો મળતાં તપાસના આદેશ આપ્યા હતા.

અનેક ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, આ પ્લેટફોર્મ જુદા-જુદા પ્રકારના મોબાઇલ હેન્ડસેટ મારફત રાઇડ બુક કરવા પર અલગ-અલગ કિંમત વસૂલે છે. જેને ધ્યાનમાં લેતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA) દ્વારા ઓલા અને ઉબરને નોટિસ પાઠવવામાં આવી હતી. આ મામલે કંપનીઓ તરફથી હાલ કોઈ સ્પષ્ટતા મળી નથી.

સોશિયલ મીડિયા પર જાણકારી આપી

ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી કે, મોબાઇલના વિવિધ મોડલ(આઇફોન-એન્ડ્રોઈડ)ના આધારે આ કંપનીઓ રાઇડનું ભાડું નક્કી કરતી હોવાની જાણ થતાં ટોચની કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબરને નોટિસ પાઠવવામાં આવી છે. ગત મહિને મંત્રાલયે આ કંપનીઓને ડાર્ક પોલિસી અને ભાવમાં તફાવત મુદ્દે ટકોર કરતાં ચેતવણી આપી હતી કે, મંત્રાલય ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી ચલાવી લેશે નહીં. તેને તાત્કાલિક ધોરણે બંધ કરો.

આ પણ વાંચોઃ ઉબર, ઓલા અને અન્ય એપ્સમાં એન્ડ્રોઇડ અને આઇફોનમાં કિંમતનો તફાવત જોવા મળ્યો, યુનિયન મિનિસ્ટર દ્વારા આપવામાં આવ્યો તપાસનો આદેશ

ઉબરે આપી હતી સ્પષ્ટતા

છેલ્લા ઘણા મહિનાથી કિંમતમાં તફાવતની ફરિયાદો મળતાં ઉબરે ગત મહિને સ્પષ્ટતા આપી હતી કે, ‘બે રાઇડ વચ્ચે વિવિધ તફાવતોના કારણે કિંમતોમાં ફેરફાર જોવા મળે છે. પીક-અપ પોઇન્ટ, ઈટીએ,અને ડ્રોપ-ઑફ પોઇન્ટના આધારે ભાવમાં ફેરફાર જોવા મળે છે. ઉબર ક્યારેય પણ રાઇડરના સેલફોન મોડલના આધારે કિંમત વસૂલતી નથી.’

કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ 2020માં CCPAની સ્થાપના થઈ હતી. જે ગ્રાહકોના અધિકારો, અયોગ્ય વેપાર નીતિઓ, અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સંબંધિત રેગ્યુલેટરી કેસોમાં દખલગીરી કરી ગ્રાહકોનું રક્ષણ કરે છે. 

iPhoneમાં ભાડું વધારે અને એન્ડ્રોઇડમાં ઓછું? સરકારે Ola-Uberને નોટિસ ફટકારી માંગ્યો જવાબ 2 - image


Google NewsGoogle News