સ્પામ કૉલથી મળશે છુટકારો, ફ્રોડથી પણ બચી શકાશે, ટેલિકોમ વિભાગે લીધું મોટું પગલું

Updated: May 29th, 2024


Google NewsGoogle News
સ્પામ કૉલથી મળશે છુટકારો, ફ્રોડથી પણ બચી શકાશે, ટેલિકોમ વિભાગે લીધું મોટું પગલું 1 - image


160 Number New Series: ભારત સરકારના દૂરસંચાર વિભાગે સરકારી ઓફિસો, રેગ્યુલેટર, બેન્ક સહિત નાણાકીય સંસ્થાઓ પાસેથી સર્વિસ અને ટ્રાન્જેક્શન સંબંધિત જોડાયેલા ફોન કોલ માટે અલગથી 10 નંબરની સિરિઝ શરૂ કરી છે. આ સિરીઝનો નંબર 160 નંબરથી શરૂ થાય છે. આ અંગે મંગળવારે આદેશ જારી કરવામાં આવ્યા હતા. 10 નંબરની સિરિઝનો ફોન કોલ 160 નંબરથી શરૂ થતો હોવાથી જાણી શકાશે કે, ફોન સરકારી ઓફિસ, નિયમકારી સંસ્થા, કે બેન્ક તરફથી આવ્યો છે. તેમજ કયા ટેલિકોમ કંપનીનું સીમ વાપરવામાં આવ્યું છે અને ફોન કયાં શહેરમાંથી આવી રહ્યો છે. તેની પણ જાણ થશે.

ફોન કોલ કયાં શહેરમાંથી આવ્યો છે તે પણ જાણી શકાશે

સરકારી ઓફિસો અને નિયમનકારી સંસ્થાઓ માટે જારી કરવામાં આવેલા 10 નંબરની સિરિઝ 160થી શરૂ થશે. જેમાં જુદા-જુદા શહેરોના ટેલિકોમ કંપનીના લેન્ડલાઈન કોડ પણ એડ રહેશે. જેમ કે, દિલ્હી માટે 11, મુંબઈ માટે 22, ગુજરાત માટે 079... જેથી ફોન ક્યાંથી આવ્યો છે તેની જાણ થઈ શકશે.

આ રીતે નંબર ઓળખવાનો રહેશે

નવી જારી કરવામાં આવેલી 10 નંબરની સિરિઝનું ફોર્મેટ 1600ABCXXX રહેશે. જેમાં Cના બદલે ટેલિકોમ કંપની કોડ અને XXXમાં 000થી 999 વચ્ચેના અંક રહેશે.

સત્તાવાર જારી નોટમાં જણાવવામાં આવ્યું હતું કે 'ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન (TCCPR) 2018' હેઠળ માત્ર સર્વિસ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત ફોન કૉલ્સ માટે 160 થી શરૂ થતી 10 નંબરની વિશેષ શ્રેણી પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 160 સિરિઝનો કોઈપણ નંબર આપતા પહેલાં, ટેલિકોમ કંપનીઓએ ખાતરી કરવી પડશે કે તે સંસ્થા અસલી છે. ઉપરાંત, તેઓએ તે સંસ્થા પાસેથી લેખિત બાંયધરી લેવી પડશે કે તેઓ આ નંબરનો ઉપયોગ ફક્ત સેવા અને વ્યવહાર સંબંધિત ફોન કૉલ્સ માટે કરશે.

સેબી અને બેન્કો માટે આ નંબર જારી રહેશે

બેન્કો, SEBI, PFRDA અને IRDA જેવી સંસ્થાઓ માટે 10 નંબરોની સિરિઝ પણ જારી કરવામાં આવશે. તેનું ફોર્મેટ અગાઉના એક, 1601ABCXXXથી થોડું અલગ હશે. એટલે કે 1600ને બદલે 1601 થશે. બાકીનો ટેલિકોમ સર્કલ કોડ, કંપની કોડ અને અન્ય વિગતો એ જ રહેશે.


Google NewsGoogle News