સોના-ચાંદીની ખરીદી કરતા લોકો માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
10% બેઝિક કસ્ટમ ડ્યૂટી (BCD) અને 5% એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) સામેલ હશે
Image Source: Twitter
Gold Import Duty: સોના-ચાંદીની ખરીદી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા મંત્રાલયે બજેટ પહેલા જ સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે અને તેને 12.50%થી વધારીને 15% કરી દીધી છે. આ ઉપરાંત કિંમતી ધાતુના સિક્કા પરની કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરી દીધો છે.
સોના-ચાંદીના ઈમ્પોર્ટ પર કેટલી વધી ડ્યૂટી
સોના-ચાંદીના ઈમ્પોર્ટ પર ડ્યૂટી વધારીને 15% કરી દેવામાં આવી છે, જેમાં 10% બેઝિક કસ્ટમ ડ્યૂટી (BCD) હશે અને 5% એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) સામેલ છે. જો કે તેના પર લાગતા સોશિયલ વેલફેયર સેસ (SWS)માં કોઈ વધારો નથી કરવામાં આવ્યો.
સાના-ચાંદી સાથે સબંધિત નાના કમ્પોનેન્ટ પર ડ્યૂટીમાં ફેરફાર
સોના-ચાંદી સાથે સબંધિત નાના કમ્પોનેન્ટ જેવા કે, હુક, ક્લેસ્પ, ક્લેમ્પ, પિન, કેચ અને સ્ક્રૂ ઉપર આ ડ્યૂટી વધી છે. આ નાના કમ્પોનન્ટ ખાસ કરીને ઘરેણાંને પૂર્ણ અથવા કોઈ ભાગને હોલ્ડ કરવામાં માટે ઉપયોગમાં લેવાય છે.
પ્રીશિયસ મેટસ્લ કેટાલિસ્ટ પર પણ વધી ડ્યૂટી
પ્રેશિયસ મેટસ્લ કેટાલિસ્ટ ઉપર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને તેને વધારીને 14.35% કરી દેવામાં આવી છે. તેમાં 10%ની બેઝિક કસ્ટમ ડ્યૂટી અને 4.35%ની AIDC લાગશે. તેના પર સોશિયલ વેલફેર સેસ લાગશે.
ક્યારથી લાગુ થશે નવી ઈમ્પોર્ટ ડ્યૂટી
ઈમ્પોર્ટ ડ્યૂટીના નવો દર 22 જાન્યુઆરી એટલે કે, ગઈકાલથી જ લાગુ થઈ ચૂક્યો છે. દેશનું બજેટ આવવામાં હવે 8 દિવસ બાકી છે અને તે બજેટ 01 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. નાણા મંત્રાલયે બજેટમાં તેની જાહેરાત કરવાને બદલે 22 જાન્યુઆરીથી જ તેનો તેને લાગુ કરી દીધી છે.
સરકારે કેમ લીધો આ નિર્ણય
કેન્દ્ર સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે સોના-ચાંદીના રો ઈમ્પોર્ટ અને ગોલ્ડ-સિલ્વરના કમ્પોનેન્ટ્સ પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં સંતુલન ન હતું અને તેનો યોગ્ય રીતે ઉપયોગ નહોતો થઈ રહ્યો. હવે આ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં સંતુલિત બનાવવા માટે નાણા મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.