Get The App

મેડિકલ અને લાઇફ ઇન્સ્યૉરન્સ પર GSTથી સરકારને 21 હજાર કરોડથી વધુ આવક થઈ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
GST collection


GST On Medical And Life Insurance: એકબાજુ દેશભરમાં મેડિકલ અને લાઇફ ઇન્સ્યૉરન્સ પર લાગુ જીએસટી દૂર કરવા તથા ઘટાડવાની માંગ થઈ રહી છે, ત્યારે બીજી બાજુ સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં આ સેક્ટરમાં લાગુ જીએસટીના લીધે સરકારને રૂ. 21256 કરોડની આવક થઈ છે. 2023-24માં રૂ. 8263 કરોડ જમા થયા છે. એક સવાલના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, 2022થી 2024 સુધી મેડિકલ ઇન્સ્યૉરન્સ પ્રીમિયમ હેઠળ રૂ. 21 હજારથી વધુ જીએસટી કલેક્ટ કરવામાં આવ્યો છે. જ્યારે રિન્યુઅલ પેટે રૂ. 1500 કરોડ મળ્યા હતા.

મેડિકલ ઇન્સ્યૉરન્સ પર 18 ટકા જીએસટી

જુલાઈ 2017થી નવી વ્યવસ્થા લાગુ થયા બાદ મેડિકલ ઇન્સ્યૉરન્સ પર 18 ટકા જીએસટી લાગુ છે. લાઇફ ઇન્સ્યૉરન્સ અને મેડિકલ ઇન્સ્યૉરન્સ પર જીએસટીના રેટમાં છૂટ તથા દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં જ નીતિન ગડકરીએ પણ નાણા મંત્રીને પત્ર લખી આ ઇન્સ્યૉરન્સ પર લેવાતો ટૅક્સ રદ કરવા અપીલ કરી હતી. મંત્રીએ કહ્યું કે, સમાજના ગરીબ વર્ગ અને દિવ્યાંગો માટે અમુક ઇન્સ્યૉરન્સ યોજનાઓમાં જીએસટી દૂર કરવો જોઈએ. આપણે લોકોના જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ વસૂલી રહ્યા છીએ. ઇન્સ્યૉરન્સ પર જીએસટીથી પ્રીમિયમનો બોજો વધે છે. અને વીમાધારકોએ વધુ ખર્ચ કરવો પડે છે.

આ પણ વાંચોઃ ભણતર બન્યું મોંઘુ! નવી ફી કમિટીની રચના બાદ સ્કૂલ ફીમાં કરાયો વધારો, જાણો કેટલી વધી

ફાઇનાન્સિયલ સર્વિસ પર જીએસટી

1 જુલાઈ 2017થી લાગુ જીએસટીએ ભારતની ટૅક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યા છે. જીએસટી એ ઇનડાયરેક્ટ ટૅક્સ છે. જે સ્થાનિક પ્રોડક્ટ્સ, કપડાં, લકઝરી વસ્તુઓ, કન્ઝ્યુમર ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ, પરિવહન, રિયલ એસ્ટેટ જેવી અનેક સેવાઓ પર લાગુ છે. ટર્મ ઇન્સ્યૉરન્સ અને મેડિકલ ઇન્સ્યૉરન્સ બંનેમાં 18 ટકા જીએસટી લાગુ છે. 

ઉલ્લેખનીય છે, જીએસટી પહેલાં તેના પર 15 ટકા ટૅક્સ લાગુ થતો હતો. પરંતુ જીએસટી બાદ વીમાધારકો પર 3 ટકા બોજો વધ્યો છે.

  મેડિકલ અને લાઇફ ઇન્સ્યૉરન્સ પર GSTથી સરકારને 21 હજાર કરોડથી વધુ આવક થઈ 2 - image


Google NewsGoogle News