Get The App

ચાંદી માટે પણ 'હોલમાકગ' ફરજિયાત કરવા માટેની સરકારની વિચારણા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ચાંદી માટે પણ 'હોલમાકગ' ફરજિયાત કરવા માટેની સરકારની વિચારણા 1 - image


- સોનાની માફક હવે ચાંદીની દરેક પ્રોડક્ટને 6 આંકડાનો યુનિક કોડ આપવા બાબતે અમે તૈયારછેઃ BIS 

અમદાવાદ : ભારતમાં હાલ કિંમતી પીળી ધાતુ સોનાનું હોલમાકગ ફરજિયાત છે પરંતુ ચાંદી માટે ફરજિયાત હોલમાકગના કોઈ નિયમો નથી. ચાંદીનું સટફિકેશન હાલ ગ્રાહકો અથવા વેપારીઓની ઈચ્છા પર નિર્ભર છે. જોકે ટૂંક સમયમાં ચાંદી માટે પણ હોલમાકગ ફરજિયાત કરવાની સરકારની વિચારણા છે.

ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)એ ગ્રાહકની માંગ મુજબ ચાંદી અને ચાંદીની વસ્તુઓ માટે 'હોલમાકગ' ફરજિયાત બનાવવા પર વિચાર કરવો જોઈએ.

 જોશીએ ૭૮મા બીઆઈએસ ફાઉન્ડેશન ડે ફંક્શનમાં જણાવ્યું હતું કે, ચાંદીના 'હોલમાકગ' માટે ગ્રાહકોની માંગ છે. બીઆઈએસે આ અંગે ગંભીરતાથી વિચારીને નિર્ણય કરી સરકારને અંતિમ પ્રસ્તાવ મોકલવો જોઈએ, અમે ગ્રાહકના હિતમાં દરેક સલાહ-સૂચનને આવકારીશું.

જોશીએ કહ્યું કે આ દિશામાં કામ પહેલેથી જ કામ શરૂ થઈ ગયું છે અને સરકાર હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી અને બીઆઈએસ દ્વારા સંભવિત મૂલ્યાંકન પૂર્ણ કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. અમે બીઆઈએસને આ અંગેની સંભવિતતા ચકાસવા, તેના પર કામ કરવા અને ગ્રાહકો અને જ્વેલરી ડીલરો પાસેથી પ્રતિસાદ લેવા જણાવ્યું છે. અમે તમામ હિતધારકોની સલાહ લઈશું અને બાદમાં પ્રક્રિયા શરૂ કરી અંતિમ નિષ્કર્ષ પર પહોંચીશું.

હાલમાં સફેદ ધાતુની શુદ્ધતા પ્રમાણિત કરવી દુકાનદાર કે ગ્રાહકની ઈચ્છા પર આધાર રાખે છે. બીઆઈએસના ડાયરેક્ટર જનરલ પ્રમોદ કુમાર તિવારીએ જણાવ્યું કે બ્યુરો ત્રણથી છ મહિનામાં ફરજિયાત સિલ્વર 'હોલમાકગ' લાગુ કરવા માટે તૈયાર થઈ શકે છે. છ-અંકના 'આલ્ફાન્યૂમેરિક કોડ' પર ચર્ચા ચાલી રહી છે. જૂન, ૨૦૨૧માં શરૂ કરાયેલ સોનાના ફરજિયાત 'હોલમાકગ'ના સફળ અમલીકરણ પછી આ પગલું લેવામાં આવ્યું છે, જે હવે ૩૬૧ જિલ્લાઓમાં લંબાવવામાં આવ્યું છે. હોલમાકગનો ઉદ્દેશ્ય ઉપભોક્તાના હિતોનું રક્ષણ કરવાનો અને કિંમતી ઉત્પાદનોની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવાનો છે.

તેમણે ઉમેર્યું કે હાલ બજારમાં ખરીદવામાં આવતી જ્વેલરીમાંથી ૯૦ ટકા હોલમાકગવાળી છે. ૪૪.૨૮ કરોડથી વધુ સોનાના આભૂષણો યુનિક ઓળખ સાથે 'હોલમાર્ક' કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News