Get The App

સરકારે સફેદ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ હળવા કર્યા, ખેડૂતોને લાભ થવાની શક્યતા

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
સરકારે સફેદ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ હળવા કર્યા, ખેડૂતોને લાભ થવાની શક્યતા 1 - image


Onion Export: કેન્દ્ર સરકારે સફેદ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હળવો કર્યો છે, સરકારે દેશના 3 પોર્ટ્સ પરથી સફેદ ડુંગળીની નિકાસ કરવા મંજૂરી આપી છે. જ્યાંથી 2000 ટન સફેદ ડુંગળીની નિકાસ થઈ શકશે. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે.

કેન્દ્ર સરકારે 2000 ટન સુધી સફેદ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. તેમજ અમુક પોર્ટ્સ પરથી જ આ ડુંગળીની નિકાસ થઈ શકશે. ડુંગળીની નિકાસથી ખેડૂતોની કમાણી વધશે. 

નિકાસ માટે ગુજરાત પાસેથી સર્ટિફિકેટ લેવુ પડશે

વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, નિકાસકારે ડુંગળીની નિકાસનું પ્રમાણ અને સામગ્રી માટે ગુજરાત સરકારના હોર્ટિકલ્ચર કમિશનર પાસેથી સર્ટિફિકેટ લેવુ પડશે. તત્કાળ પ્રભાવ સાથે નિર્દેશિત પોર્ટ્સના માધ્યમથી 2000 ટન સુધી સફેટ ડુંગળીની નિકાસ કરી શકાશે. 

આ પોર્ટ્સ પરથી નિકાસ થશે

સરકારે મુંદ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ અને ન્હાવા શેવા-જેએનપીટી પોર્ટ ખાતેથી સફેદ ડુંગળીની નિકાસ કરવા મંજૂરી આપી છે. ડુંગળીના ભાવો આસમાને પહોંચતાં સંવેદનશીલ વસ્તુ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ડીજીએફટી વાણિજ્ય મંત્રાલયનું એકમ છે, જે આયાત-નિકાસ સંબંધિત માપદંડો નક્કી કરે છે. ગતવર્ષે આઠ ડિસેમ્બરે સરકારે સ્થાનિક સ્તરે ડુંગળીની ઉપલબ્ધતા વધારવા તેમજ કિંમતોને અંકુશમાં લાવવા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. ઘણી વખત ડુંગળીની સંગ્રહખોરી મારફત કિંમત વધારવા પ્રયાસો કરવામાં આવે છે. 

 સરકારે સફેદ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ હળવા કર્યા, ખેડૂતોને લાભ થવાની શક્યતા 2 - image


Google NewsGoogle News