મોબાઇલ ફોન થશે સસ્તાં! બજેટ પહેલાં જ સરકારની ભેટ
મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 10% છૂટ આપવામાં આવી
Image:Freepik |
Interim Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ વખતે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે નહીં. બજેટની રજૂઆત પહેલા સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 10% છૂટ આપવામાં આવી છે. ભારતમાંથી નિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ પછી ફોનની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.
કાપની અસર મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી પર જોવા મળશે
સરકાર દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ તેમાં બેટરી કવર, મેઈન લેન્સ, બેક કવર અને પ્લાસ્ટિક અને મેટલથી બનેલા મોબાઈલ પાર્ટ્સનો સમાવેશ થાય છે. આ નિર્ણય આ મહિનાની શરૂઆતમાં તાજેતરના અહેવાલોને અનુરૂપ છે. આ અહેવાલો અનુસાર સરકાર એવા મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે જે હાઈ-એન્ડ મોબાઈલ ફોનના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાપની અસર મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી પર જોવા મળશે.