Get The App

Google સર્ચ એન્જિનનો લાભ ફ્રીમાં લઈ શકાશે નહિં! પ્રીમિયમ ફીચર્સ પર ચાર્જ ચૂકવવો પડશે

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
Google સર્ચ એન્જિનનો લાભ ફ્રીમાં લઈ શકાશે નહિં!  પ્રીમિયમ ફીચર્સ પર ચાર્જ ચૂકવવો પડશે 1 - image


Google Search Engine: ગૂગલ સર્ચ પર આગામી સમયમાં મફતમાં સર્ચ કરી શકાશે નહીં. અત્યારસુધી ફ્રીમાં સર્ચ સર્વિસ આપતા ગૂગલે પોતાની પોલિસીમાં ફેરફાર કરવા નિર્ણય લીધો છે. કંપની  પ્રીમિયમ ફીચર્સ પર ચાર્જ લાગુ કરવા વિચારી રહી છે. જેની મદદથી એઆઈ આધારિત પરિણામો પ્રાપ્ત કરી શકાશે. થોડા સમય પહેલાં જ કંપનીએ ગૂગલ સર્ચની સાથએ જનરેટિવ એઆઈનું સ્નેપશોટ ફીચર એક્સપિરિમેન્ટલ લોન્ચ કર્યું હતું.

આ ફીચરની મદદથી યુઝર્સ દ્વારા સર્ચ કરવામાં આવેલા ટોપિક વિશે એઆઈ સર્ચ પરિણામો આપશે. જે યુઝર્સને શ્રેષ્ઠ કન્ટેન્ટ પ્રદાન કરશે. એઆઈ સર્ચ પર ટોપિક વિશે સારાંશમાં માહિતી આપવામાં આવશે, અને સમગ્ર વિગતો જાણવા માટે યુઝરે ચાર્જ ચૂકવવો પડશે.

Chat GPTનો ભય

ગૂગલ સર્ચ મારફત મોટી કમાણી કરે છે, પરંતુ ChatGPT આવ્યા બાદ કંપનીના બિઝનેસ પર અસર થઈ છે. દોઢ વર્ષ પહેલાં લોન્ચ થયેલા આ પ્લેટફોર્મના લીધે ગૂગલ સર્ચનો બિઝનેસ પડી ભાંગવાના ભયના કારણે કંપની પોતાના બિઝનેસ મોડલમાં મોટો ફેરફાર લાવવા વિચારી રહી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિનિયર્સ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. પરંતુ કંપની એક્ઝિક્યુટિવ્સે આ મામલે હાલ અંતિમ નિર્ણય લીધો નથી. કંપનીનું ટ્રેડિશનલ સર્ચ એન્જિન અગાઉની જેમ ફ્રી રહેશે, કંપની સબ્સક્રાઈબર્સને પણ એડ દેખાડવા પર વિચારી રહી છે.

Google Searchની કમાણીમાં એડવર્ટાઈઝનો હિસ્સો અડધો

ગૂગલે સર્ચ અને સર્ચ સંબંધિત એડ્સ મારફત ગત વર્ષે 175 અબજ ડોલરની કમાણી કરી હતી. જે તેની કુલ કમાણી કરતાં અડધી છે. ગત વર્ષે મેમાં ગૂગલે એઆઈ પાવર્ડ સર્ચ એન્જિન પર કામગીરી શરૂ કરી હતી. જો કે, બ્રાન્ડ આ ફીચરને તેના મુખ્ય સર્ચ એન્જિન સાથે જોડવા માગતી નથી. 


Google NewsGoogle News