UPI કરવા જતાં ખોટું ટ્રાન્ઝેક્શન થઈ જાય તો ટેન્શન ના લેતા, આ પ્રક્રિયા ફોલો કરી પૈસા પાછળ મળી જશે!
Refund For UPI False Transaction: ભારતમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યા સતત વધી રહી છે. PhonePe અને Google Pay ભારતમાં મોટા પેમેન્ટ એપ પ્લેટફોર્મ છે. પરંતુ ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ એપ્સ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ. એક નાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે.
પરંતુ શું તમે જાણો છો, જો તમે ભૂલથી કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો તે પરત આવી શકે છે. વાસ્તવમાં, આ એપ્સની મદદથી પૈસા મોકલવા જેટલું સરળ છે, તેટલું જ તેમની સાથે ભૂલ થવાની પણ સંભાવના છે. અહીં મોબાઈલ નંબર દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ખોટા મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ખોટી રીતે ટ્રાન્સફર કરવામાં આવેલા નાણાં પરત મેળવી શકાય
આપણે ડિજિટલ ટ્રાન્જેક્શન માટે Gpay, PhonePe અને Paytmનો ઉપયોગ કરીએ છીએ. વાસ્તવમાં આ થર્ડ પાર્ટી એપ્સ છે. આવી સ્થિતિમાં, પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થવા અંગે તેની સીધી જવાબદારી નથી. આ એપ્સ તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરેલ યુપીઆઈ પર આધારિત પેમેન્ટમાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન હજુ પણ એ જ રહે છે કે જો તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કરો છો, તો શું તે પાછા મેળવવાનો કોઈ રસ્તો છે કે નહીં? તમને જણાવી દઈએ કે ખોટા ખાતામાં ટ્રાન્સફર કરાયેલા પૈસા પાછા આવી શકે છે. આ માટે રિઝર્વ બેન્કની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
આ પણ વાંચોઃ મહિલાઓનાં ઘરેણાં વેચવા પર હવે વધુ ટેક્સ, કરમાં રાહતના બદલે બજેટ ખોરવી નાખતી જોગવાઈઓ
ગૂગલ પે પર ફરિયાદ કેવી રીતે કરવી
સૌથી પહેલા ગૂગલ પે એપ ઓપન કરો. અને પછી "આસિસ્ટ અને ફિડબેક" પર ક્લિ કરો. ત્યારબાદ, તમારે "રિફંડ" અથવા "ખોટી ચુકવણી"નો વિકલ્પ પસંદ કરવો પડશે પછી તમારે તમારી સ્થિતિ અને જરૂરી માહિતીની સંપૂર્ણ વિગતો આપવી પડશે.
બેન્કનો સંપર્ક કરો
જો તમે ભૂલથી પૈસા મોકલો છો, તો પહેલા તમારી બેન્કનો સંપર્ક કરો. તમે બેન્કને મેઇલ કરીને ભૂલ વિશે જાણ કરી શકો છો. ઘણીવાર બેન્કો આવી ફરિયાદો પર તાત્કાલિક પગલાં લે છે અને સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરીને પૈસા પરત મેળવે છે. જો મેઈલ કામ ન કરે તો તમારે બ્રાન્ચમાં જવું પડશે. તેમજ કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે.
શું છે આરબીઆઈનો નિયમ?
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, જો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો તમારે તુરંત બેન્કમાં ફરિયાદ કરવી જોઈએ. આમ કરવાથી તમે 7 થી 15 દિવસમાં બેન્કમાં પૈસા રિફંડ મેળવી શકો છો. નિયમો અનુસાર, જો કોઈ તમારા દ્વારા મોકલવામાં આવેલ પૈસા ખર્ચ કરે છે અથવા તેને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે, તો તે કિસ્સામાં પણ તમને રિફંડ આપવામાં આવશે.