Get The App

અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો

Updated: Mar 25th, 2025


Google News
Google News
અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો 1 - image


Finance Bill 2025: અમેરિકાને રાજી રાખવા માટે મોદી સરકારે ફાઈનાન્સ બિલ 2025માં સુધારો કરવાની તૈયારી કરી છે. ભારત સરકાર પહેલી એપ્રિલથી ડિજિટલ જાહેરાતોમાંથી કમાણી કરતી વૈશ્વિક કંપનીઓ પરથી ગૂગલ (Google) ટેક્સ દૂર કરવા જઈ રહી છે. ટેક્સ બોજમાં ઘટાડો થવાથી ગૂગલ અને મેટા (Meta) જેવી કંપનીઓને મોટી રાહત મળી છે. આ સુધારામાં સૌથી મોટા સમાચાર એ છે કે 6% ઈક્વલાઈઝેશન લેવી (Equalisation Levy) દૂર કરવામાં આવી છે. આ કંપનીઓને આનો સીધો ફાયદો થશે. તો સમજીએ કે આ સુધારો શું છે, તે શા માટે આટલો મહત્ત્વપૂર્ણ છે અને તે આ ડિજિટલ કંપનીઓને કેવી રીતે ફાયદો કરશે.

ઈક્વલાઈઝેશન લેવી શું છે?

ઈક્વલાઇઝેશન લેવી એ એક પ્રકારનો ટેક્સ હતો જે ભારત સરકારે 2016માં રજૂ કર્યો હતો. આ ટેક્સ વિદેશી ડિજિટલ કંપનીઓ પર લાદવામાં આવ્યો હતો. જે ભારતીય યુઝર્સને ડિજિટલ સેવાઓ (જેમ કે જાહેરાતો, ઓનલાઈન શોપિંગ, ક્લાઉડ સેવાઓ) ઓફર કરે છે. તેનો મુખ્ય હેતુ એ હતો કે આ કંપનીઓ પર એ જ રીતે ટેક્સ લાદવામાં આવે જે રીતે ભારતીય કંપનીઓ પર લોકલ લેવલ ટેક્સ લાદવામાં આવે છે.

6 ટકા ઈક્વલાઇઝેશન લેવી દ્વારા વિદેશી કંપનીઓ જે ગૂગલ, મેટા, એમેઝોન પર ડિજિટલ જાહેરાતો દ્વારા ભારતીય જાહેરાતકર્તાઓ પાસેથી પૈસા કમાતી હતી. આ 6 ટકા ટેક્સ તે કંપનીઓ પર લાદવામાં આવ્યો હતો. આ કંપનીઓને ભારતીય કર પ્રણાલીમાં લાવવા માટે આ લાદવામાં આવ્યું હતું અને ભારતમાં તેમના દ્વારા કરવામાં આવતા વ્યવસાય પર કર લાદવામાં આવી શકે છે.

કંપનીઓને કેવી રીતે ફાયદો થશે?

•આ સુધારા પછી આ કંપનીઓએ હવે ભારતમાં તેમની ડિજિટલ સેવાઓમાંથી થતી આવક પર ઓછો કર ચૂકવવો પડશે. આનાથી તેમનું એકંદર ટેક્સ બિલ ઘટશે અને તેઓ તેમની આવકનો મોટો હિસ્સો તેમના રોકાણ અથવા વૃદ્ધિ માટે વાપરી શકશે.

આ પણ વાંચો: ચીન અને ભારત અમારી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે: કેનેડાનો વધુ એક ગંભીર આક્ષેપ

• ટેક્સમાં ઘટાડાથી આ કંપનીઓને તેમના ભારતીય કામગીરીને વધુ વિસ્તૃત કરવાની તક મળશે. તેઓ હવે તેમની સેવાઓના ભાવમાં વધુ સુગમતા લાવી શકે છે. આ ઉપરાંત તે ભારતીય બજારમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે.

• અગાઉ ઈક્વલાઇઝેશન લેવીને કારણે વિદેશી કંપનીઓને અમુક અંશે નુકસાન થતું હતું. સ્થાનિક કંપનીઓને સ્પર્ધાનો ફાયદો થયો. હવે જ્યારે ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, ત્યારે વિદેશી કંપનીઓ તેમની સેવાઓ વધુ સારી રીતે આપી શકશે. ભારતીય ડિજિટલ બજાર માટે આ એક મોટો ફેરફાર હોઈ શકે છે.

• ભારતીય બજારમાં આ કંપનીઓનું રોકાણ વધી શકે છે. આનાથી ડિજિટલ જાહેરાતો, ઈ-કોમર્સ અને અન્ય ક્ષેત્રોમાં વધુ રોકાણ અને વૃદ્ધિ થઈ શકે છે, જેનાથી ભારતીય અર્થતંત્રને પણ ફાયદો થશે.

અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો 2 - image

Tags :