Get The App

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો ફરી મોટી છટણીનો સંકેત, જાણો આ વખતે શું કારણ આપ્યું...

જાન્યુઆરી 2024માં મોટી ટેક કંપનીઓ 7500 લોકોની છટણી કરી ચૂકી છે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો ફરી મોટી છટણીનો સંકેત, જાણો આ વખતે શું કારણ આપ્યું... 1 - image


Google Layoffs: આ નવું વર્ષ ગૂગલ કર્મચારીઓ માટે ખરાબ સાબિત થઈ શકે છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ હજુ વધુ છટણીના સંકેત આપ્યા છે. જાન્યુઆરી 2024 માં મોટી ટેક કંપનીઓ 7500 જેટલા કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. 

ઘણાં વિભાગોમાંથી કરવામાં આવશે છટણી 

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સુંદર પિચાઈએ જણાવ્યું છે કે, 'આ વર્ષે ઘણાં વિભાગોમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે.' આલ્ફાબેટની માલિકીની ગૂગલે તેના વોઈસ આસિસ્ટન્ટ અને હાર્ડવેર વિભાગમાં સેંકડો કર્મચારીઓની છટણી કર્યાના થોડા જ દિવસમાં જ આ મોટી અપડેટ સામે આવ્યું છે. પહેલા કરવામાં આવેલી છટણીથી પણ ઘણાં વિભાગો પ્રભાવિત થયા હતા અને હજુ વધુ થશે. 

કંપની માટે આ છટણી જરૂરીઃ સુંદર પિચાઈ  

અગાઉ જાન્યુઆરી 2023માં આલ્ફાબેટે તેના ગ્લોબલ વર્ક ફોર્સમાં 12,000 નોકરી પર કાપ મૂકવાની યોજના જાહેર કરી હતી, જે સમગ્ર વર્ક ફોર્સના 6 ટકા હતું. સપ્ટેમ્બર 2023 સુધીમાં કંપની પાસે વૈશ્વિક સ્તરે 1,82,381 કર્મચારીઓ હતા. આ બાબતે સુંદર પિચાઈએ કહ્યું છે કે, 'આ ગૂગલના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે, પરંતુ તે કંપની માટે જરૂરી છે.' 

મોટી ટેક કંપનીઓમાં છટણીનું કારણ શું?

ગૂગલે જાન્યુઆરી 2024 ના પહેલા બે સપ્તાહમાં સેંકડો કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. ગૂગલે કંપનીના કર્મચારીઓના માળખામાં મોટા પાયે ફેરફારો કરવા તેમજ કોસ્ટ કટિંગને  ધ્યાનમાં રાખીને આ કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય મોટી ટેક કંપનીઓ પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં વધુ રોકાણ કરવાના હેતુથી છટણી કરી શકે છે. 

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો ફરી મોટી છટણીનો સંકેત, જાણો આ વખતે શું કારણ આપ્યું... 2 - image


Google NewsGoogle News