આર્થિક મોરચે વધુ એક સારા સમાચાર: ભારતની ચાલુ ખાતાની ખોટ ઘટીને 1%થી પણ ઓછી થઈ
- જાન્યુઆરીમાં ભારતનો મર્ચેંડાઈઝ ટ્રેડ ડેફિસિટ 17.5 બિલિયન ડોલર રહ્યો હતો
નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
ભારતીના આર્થિક મોરચે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશની ચાલુ ખાતાની ખોટ ઘટવાની ધારણા છે. વેપારના મોરચે સુધારા અને ખાસ કરીને નિકાસમાં વધારો થતાં દેશને તેની ચાલુ ખાતાની ખોટ ઘટાડવામાં મદદ મળી રહી છે. આ કારણોસર અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખોટ GDPના 1%થી પણ ઓછી રહી શકે છે.
9 મહિનામાં સૌથી સારા ડેટા
વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીના ઉપલબ્ધ ડેટા પ્રમાણે દેશની વેપાર ખોટમાં ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં ભારતનો મર્ચેંડાઈઝ ટ્રેડ ડેફિસિટ 17.5 બિલિયન ડોલર રહ્યો હતો. જે નવ મહિનામાં સૌથી ઓછો છે. આ પહેલા ડિસેમ્બર મહિનામાં ભારતનીમર્ચેંડાઈઝ ટ્રેડ ડેફિસિ 19.8 બિલિયન ડોલર રહ્યો હતો. સર્વિસ સેક્ટરે તેને ઘટાડવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સર્વિસ સેક્ટરની સરપ્લસ જાન્યુઆરીમાં વધીને 16.8 બિલિયન ડોલર પર પહોંચી ગયો.
આવી રીતે વેપાર ખોટમાં થયો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન માત્ર ફેબ્રુઆરી અને માર્ચના આંકડા જ જાહેર થવાના બાકી છે. એટલે કે શરૂઆતના 10 મહિનાના આંકડા સ્પષ્ટ થઈ ચૂક્યા છે. એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં દેશની વેપાર ખોટ 206 બિલિયન ડોલર રહી છે. તે ગત નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં 229 બિલિયન ડોલર રહી હતી. આ સમયગાળા દરમિયાન સર્વિસ સેક્ટરની શુદ્ધ નિકાસ એક વર્ષ પહેલા 117 બિલિયન ડોલરથી વધીને 138 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
વિદેશી રોકાણના મામલે પણ રાહત મળી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ બંનેમાં વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભલે એફડીઆઈનો આઉટફ્લો નજર આવ્યો હતો પરંતુ ત્યારબાદ ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં એફડીઆઈનો ઈનફ્લો સારો રહ્યો હતો. એફપીઆઈ પણ એકંદરે હકારાત્મક છે. જો કે વધુ વિદેશી રોકાણના સારા ડેટા રૂપિયાને થોડી જ મદદ મળી શકશે કારણ કે સેન્ટ્રલ બેંક આ તકનો લાભ લઈ ફોરેન એક્સચેન્જ રિઝર્વને મજબૂત બનાવવા પર ફોકસ કરી શકે છે જે 9 ફેબ્રુઆરી સુધી 617 બિલિયન ડોલર પર હતો.
આ આંકડાના કારણે તમામ એક્સપર્ટ ચાલુ ખાતાની ખોટ નિયંત્રિત રહેવાનું અનુમાન લગાવી રહ્યા છે. ગોલ્ડમેન સૈશે જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું કે, ભારતની ચાલુ ખાતાની ખોટ આ વર્ષમાં ઓછી રહેવાની આશા છે. એચડીએફસી બેન્કનું અનુમાન કેડ GDPના 1%થી નીચે રહેવાનું અનુમાન છે.