લોન લેતી વખતે પ્રોસેસિંગ ચાર્જ આપવો નહીં પડે, RBIએ કહ્યું વ્યાજમાં ઉમેરી દેવાશે

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
લોન લેતી વખતે પ્રોસેસિંગ ચાર્જ આપવો નહીં પડે, RBIએ કહ્યું વ્યાજમાં ઉમેરી દેવાશે 1 - image


Good news for home loan borrowers: જો તમે પણ નવી કાર કે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક રાહતના સમાચાર છે. 8 ફેબ્રુઆરીએ આરબીઆઈ તેની નવી નાણાકીય નીતિ રજૂ કરી છે. જેમાં રેપો રેટ પહેલાની જેમ જ 6.5 ટકા જ છે. જેથી ગ્રાહકોના લોનના હપ્તા સસ્તા નથી થયા. પરંતુ આરબીઆઈએ જે નવા ગ્રાહકો લોન લેશે તેમને રાહત આપી છે. જેમાં નવા લોનલેનાર ગ્રાહકોએ લોન લેતી વખતે જ ડોક્યુમેન્ટેશન, પ્રોસેસિંગ ફી અને અન્ય પ્રકારના ચાર્જીસ ચૂકવવા નહીં પડે. આ દરેક ચાર્જીસ તેમની લોન પરના વ્યાજમાં ઉમેરવામાં આવશે.

પારદર્શિતા જાળવવી રાખવા માટે લેવાયો નિર્ણય

પ્રોસેસિંગ ચાર્જ બાબતે ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, લોન લેતી વખતે ગ્રાહકોને શરૂઆતમાં જ પ્રોસેસિંગ ચાર્જ ચુકવવા પડે છે. આથી તેમનો લોન પરનો ખર્ચ વધી જાય છે અને તેમને તેમની લોન પર કેટલું વાસ્તવિક કેટલું વ્યાજ ચૂકવવાનું છે તે અંગે જાણકારી રહેતી નથી. આથી હવેથી બેંકો નવા ગ્રાહકોની લોનમાં ડોક્યુમેન્ટેશન, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ વ્યાજમાં સામેલ કરે જેથી પારદર્શિતા જાળવી શકાય. 

હવેથી ગ્રાહકોને પ્રોસેસિંગ ફીથી લઈને ડોક્યુમેન્ટેશન ચાર્જિસ સુધીની તમામ વિગતો 'કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ્સ'માં આપવામાં આવશે. આ સ્ટેટમેન્ટ્સ તમામ પ્રકારની રિટેલ લોન અને MSME લોન માટે તેને ફરજિયાત રહેશે. 

લોન લેતી વખતે પ્રોસેસિંગ ચાર્જ આપવો નહીં પડે, RBIએ કહ્યું વ્યાજમાં ઉમેરી દેવાશે 2 - image


Google NewsGoogle News