દેશની અર્થવ્યવસ્થાને લઈ સારા સમાચાર! ભારત ટોપ-10માં ટોચ પર, ચીનની વૃદ્ધિને લાગશે આંચકો
ભારતનો આર્થિક વૃદ્ધિ દર 5.5 ટકાથી વધારીને 6.2 ટકા અંદાજવામાં આવ્યો
Fitch hikes India’s mid-term GDP growth : ભારત દુનિયાની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા છે અને આ ઇકોનોમિક ઝડપ યથાવત રહેવાનું અનુમાન છે. આ પ્રકારનું નિવેદન તમામ રેટિંગ એજન્સી દ્વારા આપવામાં આવી રહ્યું છે. માટે જ આ કારણના લીધે વર્લ્ડ બેંક અને IMF દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થાના ગ્રાફમાં વૃદ્ધિનું અનુમાન લાગવામાં આવ્યું છે. જે ભારત માટે એક સારા સમાચાર છે.
ભારતની અર્થવ્યવસ્થાને લઈ સારા સમાચાર
તાજેતરમાં Fitch Ratings એજન્સી દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતના ગ્રોથ રેટને 0.7 ટકા વધારીને 6.2 ટકા અંદાજવામાં આવ્યો છે. આ સિવાય આ રેટિંગ એજન્સીએ ચીનને એક મોટો ઝટકો આપ્યો છે, જેમાં તેના ગ્રોથ રેટમાં મોટા પ્રમાણમાં ઘટાડાનું અંદાજ છે.
GDP ગ્રોથમાં વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી આગળ ભારત
Fitch Ratings એજન્સી આ પહેલા ભારતના ગ્રોથ રેટ 5.5 ટકા અંદાજ્યો હતો. જેમાં 0.7 ટકાનો વધારો કરી 6.2 ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે. ફિચે વર્ષ 2023 થી 2027 માટે આ અનુમાન લગાવ્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, ભારતનો GDP વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહેશે. આ અનુમાન પાછળના કારણોને જણાવતા એજન્સી દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ભારતમાં રોજગારી દર વધ્યો છે. તેના સિવાય લેબરની પ્રોડક્શન ક્ષમતા અન્ય દેશની સરખામણીએ ભારતમાં ખૂબ સારી છે.
ચીનની અર્થવ્યવસ્થાને લઈ એજન્સી એ આપ્યા ચિંતાજનક સંદેશ
જે રીતે ફિચે ભારતના ગ્રોથ રેટનો અંદાજ વધાર્યો છે તે જ રીતે ચીન અને રશિયા જેવા દેશોના વિકાસ દરમાં ઘટાડો નોંધવાની શક્યતા દર્શાવી છે. વર્ષ 2023 થી 2027 માટે ચીનની અર્થવ્યવસ્થા 5.3થી ઘટીને 4.6 ટકા પર પહોંચી જશે.