ધરતીપુત્રો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, ચૂંટણી ટાણે નિર્ણય
Onion Export News | લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને મોટી અને જરૂરી રાહત આપી છે. કેન્દ્રએ બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને યુએઈ સહિતના કુલ 6 દેશોમાં એક લાખ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે.
સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી
કેન્દ્રએ મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોના બજારો માટે ખાસ ઉગાડવામાં આવેલી 2000 ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દેશોને ડુંગળીની નિકાસ કરતી એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) ઈ-પ્લેટફોર્મ દ્વારા L1 કિંમતો પર ઘરેલુ ડુંગળીની ઉપજ મેળવી લીધી છે.
સરકારે કેમ મૂક્યો હતો પ્રતિબંધ?
NCEL એ આ દેશોની સરકારો દ્વારા નામાંકિત એજન્સીઓને 100 ટકા એડવાન્સ પેમેન્ટના આધારે ડુંગળી સપ્લાય કરી છે. ગયા વર્ષે 8 ડિસેમ્બરે, કેન્દ્રએ 2023-24માં ખરીફ અને રવિ પાકના ઓછા વાવેતરને ધ્યાનમાં રાખીને અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી માંગ તેમજ સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે મોદી સરકારને આભાર વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નિકાસને મંજૂરી આપવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું, “વિપક્ષ કેન્દ્રના નિર્ણયથી નાખુશ છે. હવે આ મુદ્દો ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા માટે ખોવાઈ ગયો છે. ખેડૂતોના મુદ્દા વિપક્ષ માટે ક્યારેય પ્રાથમિકતામાં નહોતા.