ધનતેરસ પહેલા ગ્રાહકો માટે સારા સમાચાર, સોના- ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો, જાણો નવા ભાવ
24 કેરેટ 10 ગ્રામ શુદ્ધ સોનામાં બુધવારે 110 રુપિયા ઘટીને 59,990 રુપિયા થયો
ચાંદીની કિંમત પણ બુધવારના રોજ ઘટીને 75,500 રુપિયા થઈ ગયો હતો.
Image Envato |
તા. 8 નવેમ્બર 2023, બુધવાર
Gold Price Diwali 2023 : યુપી વારાણસીમાં બુધવારના રોજ સોના -ચાંદીમાં ફરી ઘટાડો થયો છે. બુલિયન બજારમાં સોનામાં 100 રુપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. જે પહેલા 7 નવેમ્બરના રોજ 150 રુપિયાનો ઘટાડા સાથે જોવા મળ્યો હતો.
ચાંદીની કિંમત પણ બુધવારના રોજ ઘટીને 75,500 રુપિયા થઈ ગયો હતો. ધ્યાન આપવાની વાત એ છે કે સોનુ અને ચાંદીની કિંમત દરરોજ ટેક્સ તેમજ ઉત્પાદન ખર્ચના કારણે વધતી- ઘટતી રહે છે.
24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો
24 કેરેટ 10 ગ્રામ શુદ્ધ સોનાની કિંમત જોઈએ તો બૂધવારના રોજ તેની કિંમત 110 રુપિયા ઘટીને 59,990 રુપિયા થઈ ગઈ હતી. જ્યારે 7 નવેમ્બરના રોજ તેનો ભાવ 60,100 રુપિયા હતો. આ પહેલા 6 નવેમ્બરના રોજ તેની કિંમત 56,650 રુપિયા હતી. જે 4 અને 5 નવેમ્બરના રોજ 56,750 રુપિયા સુધી પહોચી ગયો હતો. વારાણસીના બુલિયન બજારમાં આજે ભાવમાં થોડો ઉતાર- ચડાવ થઈ શકે છે.
ચાંદીના ભાવમાં 700 રુપિયાનો ઘટાડો
સોના સિવાય ચાંદીની કિંમત પણ બુધવારના રોજ 700 રુપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. જેથી હાલમાં તેની કિંમત 75,500 રુપિયા થઈ ગઈ છે. 7 નવેમ્બરના રોજ ચાંદીનો ભાવ 78,200 રુપિયા હતો. જે પહેલા 6 નવેમ્બરના રોજ 78,000 રુપિયા હતો.