Get The App

રિચાર્જના વધતાં ભાવ વચ્ચે BSNL યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: ઈન્ટનેરનેટની સ્પીડ વધારવા ટાટા કરશે આ કામ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
BSNL


BSNL-TATA Deal : ખાનગી ટેલિકોમ કંપની એરટેલ અને જિયોના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવાની વિચારણા કરી રહ્યાં છે. એરટેલ અને જિયો કંપનીના રિચાર્જ પ્લાનની કિંમતના વધારાને લઈને મોટાભાગના એરટેલ અને જિયોના યુઝર્સ પોતાના મોબાઈલ નંબરને BSNL કંપનીમાં પોર્ટ કરી રહ્યાં છે. રિચાર્જના પ્લાનમાં કિંમતના વધારાને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને BSNL વચ્ચે 15 હજાર કરોડ રૂપિયાના કરાર થયાં છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે TCS અને BSNL સાથે મળીને ભારતના 1000 ગામડાઓમાં 4G ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારીમાં છે.

Jio-Airtel ની મુશ્કેલી વધી શકે છે

હાલના સમયમાં મોટા ભાગના યુઝર્સ Jio અને Airtel કંપનીના સિમકાર્ડનો ઉપયોગ કરે છે. તેવામાં 4G ઇન્ટરનેટ સેવા આપવામાં Jio અને Airtel કંપનીનો દબદબો છે, પરંતુ આવી સ્થિતિ વચ્ચે જો BSNL મજબૂત બને તો Jio અને Airtel ને મુશ્કેલીમાં મૂકી શકે છે. ટાટા ભારતના 4 પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવાની તૈયાર કરીને ભારતના 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવાની તૈયારીમાં છે. BSNL દ્વારા દેશભરમાં 9000 થી વધુ 4G નેટવર્ક્સ ઊભા કરવામાં આવ્યાં છે. આમ તેમાં વધારો કરીને હવે 1 લાખ 4G નેટવર્ક્સ બનાવાનો ટાર્ગેટ છે.

Jio, VI અને Airtel કંપનીએ 10 થી 25 ટકા રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો

જૂન મહિનામાં Jio એ તેના રિચાર્જ પ્લાનની કિંમતના વધારાની જાહેરાત કરી હતી. આ પછી એરટેલ અને VI દ્વારા પણ તેના રિચાર્જ પ્લાનના ભાવોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન Jio અને એરટેલ દ્વારા 3 જુલાઈ તેના રિચાર્જ પ્લાનમાં વધારો લાગુ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, VI એ 4 જુલાઈથી રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો હતો. રિચાર્જ પ્લાનમાં વધારો કરવામાં આવેલી કંપનીમાં સૌથી વધુ Jio કંપનીએ 12 થી 25 ટકા ભાવમાં વધાર્યો હતો. તેવામાં એરટેલ કંપનીએ 11 થી 21 ટકા અને VI કંપનીએ 10 થી 21 ટકા ભાવમાં વધારો કર્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં Jio સામે સૌથી વધુ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે જ લોકો હવે BSNL તરફ જવાનું વિચારી રહ્યાં છે.

રિચાર્જના વધતાં ભાવ વચ્ચે BSNL યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: ઈન્ટનેરનેટની સ્પીડ વધારવા ટાટા કરશે આ કામ 2 - image


Google NewsGoogle News