Good Bye 2023| ટેક્નોલોજીથી લઈને ઈ-કોમર્સ સુધીના 2023માં સૌથી વધુ નફો કરનારા બિઝનેસ ક્ષેત્રો
2023માં ગ્લોબલ ટુરીઝમ ઉદ્યોગ 2.3 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યો
AIનું માર્કેટ 40 અબજ ડૉલરથી 1.3 ટ્રિલિયન ડૉલરે પહોંચ્યું
2023ની વિદાય સાથે 2024નું આગમન હવે ખૂબ જ નજીક છે. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ કે બિઝનેસ ક્ષેત્ર 2023નું વર્ષ ભારત માટે કેવું વીત્યું. આ સાથે આપણે એ પણ જાણીએ કે કયા બિઝનેસ ક્ષેત્રોમાંં ભારતમાં 2023માં સૌથી વધુ નફો થયો હતો. તો ચાલો જાણીએ...
સોફ્ટવેર અને ટેકનોલોજી..
સોફ્ટવેર એઝએ સર્વિસ (જીચચજી) અને ક્લાઉડ બેઝ સોફ્ટવેર ડિલીવરી મોડલ્સનો ઉપયોગ ઇન્ટરનેટ પરની એપ્લીકેશનમાં મોટા પાયે થયો હતો.માઇક્રોસોફ્ટ,ગુગલ, એડોબના કારણે ક્લાઉડબેઝ્ડ સોલ્યુશનની ડિમાન્ડ ઉભી થઇ હતી. જેના કારણે ક્લાઉડ બેઝ ટેકનોલોજીની ડિમાન્ડ વધી હતી અને આ ક્ષેત્રનો બિઝનેસ 2024 સુધીમાં 232 અબજ ડોલર પર પહોંચી શકે છે.
ગ્લોબલ ટુરીઝમ..
કોવિડથી છૂટયા બાદ લોકો પ્રવાસ માટે તૈયાર થઇ ગયા હતા. અનેક પ્રવાસ સ્થળેા પ્રવાસીઓથી ઉભરાવા લાગ્યા હતા. 2023માં ગ્લોબલ ટુરીઝમ ઉદ્યોગ 2.3 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યો હતો. તેનો વાર્ષિક વિકાસ 13.9 ટકા જેટલો હતો. જ્યારે કોરોના ત્રાટક્યો ત્યારે ગ્લોબલ ટૂરીઝમની આવક 40 ટકા ઘટી ગઇ હતી. હવે જ્યારે કોરોનાનો ડર ગયો છે ત્યારે લોકો બહાર ફરવા નીકલ્યા છે અને સિંગાપુર અને ગ્રીસને લોકો વધુ પસંદ કરે છે.
રિન્યુએબલ એનર્જી
વિશ્વમાં કાર્બન ઘટાડવાની ઝુંબેશ ચાલી રહી છે. રિન્યુએબલ એનર્જી તેના માટે ઉત્તમ ઉપાય બની રહ્યો છે. જે કંપનીઓ સોલાર પાવર વિન્ડ પાવર,બેટરી ટેકનોલોજી વગેરે સાથે સંકળાયેલી છે તેમની ડિમાન્ડ ઉભી થઇ છે. જેમકે ટેસ્લા, એનફેઝ એનર્જી, સીમેન્સ વગેરેની ડિમાન્ડ જોવા મળી હતી. ટેસ્લાની વાત કરીયે તો સ્ટોરેજ રેવન્યૂમાં 2022ની સરખામણીમાં 2023ના ત્રીજા ક્વાર્ટરમાં 40 ટકાનો વધારો નોંધાયો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ..
ચેટ જીપીટી અને ગુગલનું બાર્ડ આવ્યા પછી વિશ્વમાં ચોમેર AI ની ચર્ચા ચાલે છે 2002માં જેનું માર્કેટ 40 અબજ ડોલરનું હતું તે હવે 1.3 ટ્રિલીયન ડોલર પર પહોંચી ગયું છે. AIની સતત વધતી ડિમાન્ડને કારણે ઇન્ડસ્ટ્રી પણ 280 અબજ ડોલર પર પહોંચશે એમ મનાય છે. માઇક્રોસોફ્ટ અને ગુગલના સંશોધન અને ઉપયોગમાં અગ્રેસર છે. AIના દુરૂપયોગ સામે પણ નિયમનની તૈયારી કરાઇ છે.
ફાર્માસ્યુટીકલ અને બાયોટેકનોલોજી
કોરોનાના સપાટા પછી ફાર્માસ્યુટીકલ અને બાયોટેકનોલોજી ઉદ્યોગની ડિમાન્ડ વધી છે. લોકો અને સરકાર બંને તેમના સંશોધનો પર વિશ્વાસ કરવા લાગ્યા છે. વૈશ્વિક સ્તરે ફાઇઝર અને જોન્સન એન્ડ જોન્સનનું નેતૃત્વ જોવા મળે છે તો ભારતની દવા બનાવતી કંપનીઓએ કોરોના કાળમાં વિશ્વના ફલક પર પોતાનું નામ અંકિત કર્યું હતું. ભારતની વેક્સીન વિશ્વના અનેક દેશોમાં રાહત આપી ચૂકી છે.
ટેલિકોમ્યુનિકેશન્સ..
કોમ્યુનિકેશન ક્ષેત્રે મોબાઇલ ટેકનોલોજી ચમત્કાર સર્જી રહી છે. સ્માર્ટ ફોનના ઉપયોગથી લોકો કોમ્યુનિકેશન ઉપરાંત આર્થિક વ્યવહારો અને મનોરંજનનો આનંદ લોકો લઇ રહ્યા છે. ઇન્ટરનેટ આધારીત કોમ્યુનિકેશન લોકો માટે વધુ આસાન સવલતો ઉભી કરી રહ્યા છે. ભારતમાં એપલનું ઉત્પાદન થઇ રહ્યું છે અને તેના પર મેઇડ ઇન ઇન્ડિયાનો ટેગ વાગી રહ્યો છે તે સિદ્ધિ કહી શકાય.બનાવી રહ્યા છે. ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે આવી રહેલા નવા સંશોધનો લોકોનું જીવન આસાન બનાવી દેશે.
મનોરંજન-સમાચાર માધ્યમો
મનોરંજનની દુનિયામાં ઇન્ટરનેટ ટેકનોલોજી મહત્વની બની છે એમ એાટીટી પ્લેટફોર્મે નવા આઇડયા અને નવોદિતોને પુરતો ચાન્સ આપ્યો છે. ફિલ્મો, ટીવી માધ્યમો, ડિજીટલ પ્લેટફોર્મ વગેરે વિવિધ લોકો માટે મનોરંજન પારખીને પોતાનો વ્યાપ 2023માં વધારી શક્યા છે અને નફો ઉભો કરી શક્યા છે. કોન્ટેન્ટ ક્રીયેશન થી માંડીને સ્ટ્રીમીંગ સર્વિસ વગેરે બહુ ઉપયોગી બની હતી. ડિઝની અને નેટફ્લિક્સે સબસ્ક્રીપશન આધારીત આવક ઉભી કરી હતી.
ઇ કોમર્સ અને ઓનલાઈન રીટેલ
એેમેઝોન, અને ઇબે જેવી જાયન્ટ કંપનીની સ્પર્ધામાં ઉતરેલી ભારતની સ્થાનિક કંપનીઓએ ક્લીક બટન ટેકનોલોજી અપનાવીને ગ્રાહકોને પુરતી સવલતો આપી હતી. ફેસ્ટિવલ સેલ યોજીને આ કંપનીઓેએ બિઝનેસનો વ્યાપ વધાર્યો હતો. 2023 માં ઓનલાઇન ખરીદીમાં 20 ટકા જેટલો વધારો થયો હતો. 2027 સુધીમાં ઓનલાઇન ખરીદીનો બિઝનેસ વૈશ્વિક સ્તરે 8.5 ટ્રિલીયન ડોલરનો થવાની ધારણા છે.