વિશ્વની જાણીતી બ્રોકરેજ ફર્મે રોકાણકારોનું ટેન્શન વધાર્યું, શેરબજાર માટે આપ્યો ચોંકાવનારો રિપોર્ટ
Indian Stock Market Rating Downgrade: વિશ્વની જાણીતી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાસે ભારતનું રેટિંગ ઘટાડી શેરબજારના રોકાણકારો માટે ટેન્શન વધાર્યું છે. ગોલ્ડમેન સાસે ભારતીય મૂડી બજાર અંગે નવી રિસર્ચ નોટ બહાર પાડી ભારતૂનું રેટિંગ ઓવરવેઈટથી ઘટાડી ન્યુટ્રલ કર્યું છે.
રિપોર્ટમાં ભારતના અર્થતંત્રમાં ખામી અને અડચણો વિશે જણાવવામાં આવ્યું છે. માળખાકીય સુધારાઓ ચાલી રહ્યા છે, તેથી ભારતમાં રોકાણનું આકર્ષણ હજુ અકબંધ છે, પરંતુ આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ નફો ઘટી રહ્યો છે. તેથી રેટિંગ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શેરબજારમાં ઘટાડો થશે
મોંઘા વેલ્યુએશનના કારણે આગામી દિવસોમાં શેરબજારમાં હજુ થોડા દિવસો સુધી ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ જબરદસ્ત સ્થાનિક રોકાણને કારણે બજારમાં મોટા ઘટાડાની કોઈ શક્યતા જોવા મળી નથી.
આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સને નડ્યું ફ્લોરિડાનું ભીષણ વાવાઝોડું, નાસાના મહત્ત્વપૂર્ણ મિશન 'ક્રૂ-8'માં વિલંબ
રેટિંગ એજન્સી મુજબ માર્કેટમાં શું રહેશે સ્થિતિ
- આગામી 3થી 6 મહિનામાં માર્કેટમાં ટાઈમ કરેક્શન જોવા મળી શકે છે.
- એશિયા/ઇમર્જિંગ માર્કેટ વ્યૂહરચના હેઠળ, શેરબજારમાં રોકાણ ઘટ્યું છે. તેથી ભારતીય શેરબજારનું રેટિંગ ઓવરવેઈટથી ઘટાડીને ન્યુટ્રલ કરવામાં આવ્યું છે.
- 12 મહિનાનો નિફ્ટી ટાર્ગેટ ઘટાડીને 27,000 કરવામાં આવ્યો છે. અગાઉ આ લક્ષ્યાંક 27,500 હતો. પરંતુ તે વર્તમાન સ્તરથી 9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- 3થી6 મહિના માટે નિફ્ટી ટાર્ગેટ 24,500 (-1%) અને 25,500 (+3%) છે.
- ઓટો, ટેલિકોમ, ઈન્સ્યોરન્સ, રિયાલ્ટી (અપગ્રેડેડ) અને ઈન્ટરનેટ (અપગ્રેડેડ) પર ઓવરવેઈટ.
- ઔદ્યોગિક, સિમેન્ટ/કેમિકલ્સ અને ફાઇનાન્સિયલમાં રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે.