Get The App

સોનું રૂ.83,000ની ટોચે, તેજીનો નવો ઈતિહાસ

- ચાંદી પણ ઉંચકાઈ: પેલેડીયમ ૧૦૦૦ ડોલરને આંબી ગયું :

- સાઉદી સહિત ઓપેકના દેશોને ક્રૂડના ભાવ ઘટાડવા ટ્રમ્પે જણાવતાં વિશ્વ બજારમાં ક્રૂડમાં જોવા મળેલી પીછેહટ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
સોનું રૂ.83,000ની ટોચે, તેજીનો નવો ઈતિહાસ 1 - image


વૈશ્વિક સોનાના ભાવ ઝડપી ઉછળી ઉંચામાં ૨૮૦૦ ડોલર નજીક

અમદાવાદ, મુંબઈ : અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૮૩ હજાર બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.   વિશ્વ  બજાર ઉછળતાં ઘરઆગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો. અમદાવાદ બજારમાં સોનાના ભાવ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૩૦૦૦ બોલાયા હતા.  અમદાવાદમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૯૧ હજાર બોલાઈ હતી.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. સોનાના ભાવ ઉછળી નવી ટોચે પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં  આજે સોનાના ભાવ ઔંશના ૨૭૪૦થી ૨૭૪૧૨ વાળા ઉંચામાં ૨૭૮૦ થઈ ૨૭૭૮થી ૨૭૭૯ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ ઘટતાં તથા બોન્ડ યીલ્ડમાં પણ પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ૩૦.૧૪થી ૩૦.૧૫  વાળા વધી ૩૦.૯૫ થઈ ૩૦.૯૧થી ૩૦.૯૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૪૫થી ૯૪૬ વાળા વધી ૯૫૯ થઈ ૯૫૩થી ૯૫૪ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૯૮૭થી ૯૮૮ વાળા વધુ ઉછળી ૧૦૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૧૦૧૦થી ૧૦૧૧ થઈ ૧૦૦૬થી ૧૦૦૭ ડોલર રહ્યા  હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૯ ટકા વધ્યા હતા. ચીન પર આકરી ટેરીફ લદાશે નહિં એવા સંકેતો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા અપાતાં વિશ્વ બજારમાં કોપર,  પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો ચમકારો દેખાયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.જો કે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બેતરફી વધઘટ વચ્ચે નરમ રહ્યા હતા.

બ્રેન્ટ ક્રૂડના  ભાવ બેરલના ૭૯.૦૩ વાળા નીચામાં ૭૭.૬૦ તથા ઉંચામાં ભાવ ૭૮.૮૪ થઈ ૭૮.૭૧ ડોલર રહ્યા હતા. સાઉદી અરેબિયા સહિત ઓપેકના વિવિધ ક્રૂડ ઉત્પાદક દેશોએ ભાવ ઘટાડવા  જોઈએ એવી હાકલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરાતાં તેની અસર વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ પર દેખાઈ હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૭૫.૪૭ વાળા નીચામાં ૭૪.૦૧ તથા ઉંચામાં ૭૫.૧૫ થઈ ૭૪.૯૯ ડોલર રહ્યા હતા.


bullion

Google NewsGoogle News