સોનામાં આગેકૂચ: ચાંદી રૂ.1000 ઉછળી: ક્રૂડઓઇલ વધી ૭૬ ડોલર નજીક
- વિશ્વ બજાર વધતાં તથા રૃપિયો ગબડતાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ
- પ્લેટીનમ તથા પેલેડીયમ પણ ઉંચકાયાઃ અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૪૩ લાખ બેરલ્સ ઘટયો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ગબડતાં ઈંમ્પોર્ટ કોસ્ટ ઇંચકાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૯૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૮૭૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૨૪થી ૨૬૨૫ વાળા વધી ૨૬૪૭ થઈ ૨૬૪૫થી ૨૬૪૬ ડોલર રહ્યા હતા. ફંડો એક્ટીવ હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૮.૯૦થી ૨૮.૯૧ વાળા ઉંચામાં ૨૯.૮૮ થઈ ૨૯.૪૩થી ૨૯.૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધતાં તેની પોઝીટીવ અસર વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૩ લાખ બેરલ્સ ઘટયો હતો જ્યારે અપેક્ષા ૨૦ લાખ બેરલ્સના ઘટાડાની હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ૭૫.૮૦ થઈ ૭૫.૭૦ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ઉંચામાં ૭૨.૮૮ થઈ ૭૨.૭૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૭થી ૯૦૮ વાળા વધી ૯૨૩ થઈ ૯૨૧થી ૯૨૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૨૩ થઈ ૯૨૦થી ૯૨૧ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ ૦.૨૦ ટકા નરમ હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન ૂજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૬૨૭૬ વાળા રૂ.૭૬૭૭૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૫૮૩ વાળા રૂ.૭૭૦૭૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૬૦૫૫ વાળા રૂ.૮૭૧૬૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.