Get The App

તહેવાર ટાણે જ સોનામાં આગ ઝરતી તેજી, 82300ની નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
તહેવાર ટાણે જ સોનામાં આગ ઝરતી તેજી, 82300ની નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી 1 - image


અમદાવાદ,મુંબઈ : અમદાવાદ તેમજ મુંબઈ ઝવેરી બજારમાં દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં આજે તેજી ઝડપી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા.  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૮૦૦ ઉછળી રૂ.૮૨ હજારની ઉપર જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.

અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૮૨૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૨૩૦૦  બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૯૯૦૦૦ને આંબી ગયા હતા.

વૈશ્વિક સોનાના ભાવ વધુ ઉંચકાઈ ઔંશના ઉંચામાં ૨૮૦૦ ડોલરની ઐતિહાસિક સપાટી નજીક પહોંચ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ તેજીની ચાલ આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી.વૈશ્વિક સોનાના ભાીવ ઔંશદીઠ ૨૭૫૨થી ૨૭૫૩ વાલા વધી ઉંચામાં ભાવ ૨૭૮૯થી ૨૭૯૦ થઈ ૨૭૮૧થી ૨૭૮૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક ચાંદીના ભાવ વધ્યા પછી ઘટયાના સમાચાર હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૪.૧૩  ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે વધી જતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૧.૭૬ વાળા વધી ૭૨.૮૩ થઈ ૭૨.૩૭ ડોલર જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૭.૬૮ વાળા વધી ૬૮.૮૮ થઈ ૬૮.૮૫ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ ૦.૬૩ ટકા ઘટતાં તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર નેગેટીવ દેખાઈ  હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં  સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૮૪૩૦ વાળા વધઘી ૭૯૩૬૨  થઈ રૂ.૭૯૨૬૨ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૭૪૫ વાળા રૂ.૭૯૬૮૧ થઈ રૂ.૭૯૫૮૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૮૭૩ વાળા રૂ.૯૮૩૪૦ થઈ રૂ.૯૮૦૪૦ રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૦૨૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૩૩થી ૧૨૩૪ વાળા નીચામાં ૧૧૫૭ થઈ ૧૧૬૬થી ૧૧૬૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

અમેરિકામાં જીડીપ ગ્રોથ ૨.૮૦ ટકા આવતાં ત્યાં અર્થતંત્ર પ્રગતીના પંથે રહ્યાના સમાચાર હતા. ત્યાં કન્ઝયુમર સ્પેન્ડીંગ ૩.૭૦ ટકા વધતાં આશરે દોઢથી બે વર્ષની ઊંચી સપાટી આ સંદર્ભમાં દેખાઈ હતી. ત્યાં ખાનગી ક્ષેત્રનો જોબગ્રોથ વધી બાર મહિનાની ટોચે પહોંચ્યો હતો.


bullion

Google NewsGoogle News