સોના-ચાંદી વિશ્વ બજાર પાછળ ઉંચકાયા : ક્રૂડમાં પીછેહઠ

- બ્રેન્ટ ૮૨ ડોલરની અંદર: પ્લેટીનમ, પેલેડીયમ ઉંચકાયા

- ડોલરમાં જોવાયેલો ઘટાડો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદી વિશ્વ બજાર પાછળ ઉંચકાયા : ક્રૂડમાં પીછેહઠ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે વિશ્વ બજાર પાછળ ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૦૨૪થી ૨૦૨૫ વાળા ઉંચામાં ૨૦૪૧થી ૨૦૪૨ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૨૦૩૫થી ૨૦૩૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

 વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જોવા મળ્યું હતું. વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ. ૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૪૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૪૨૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૧૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૨.૭૩થી ૨૨.૭૪ વાળા ઉંચામાં ૨૩.૦૦થી ૨૩.૦૧ થઈ છેલ્લે ભાવ ૨૨.૯૫થી ૨૨.૯૬ ડોલર  રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૮૯૬થી ૮૯૭ વાળા ઉંચામાં ૯૦૭થી ૯૦૮ થઈ છેલ્લે ૯૦૧થી ૯૦૨ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૯૬૨થી ૯૬૩ વાળા ઉંચામાં ૯૯૮થી ૯૯૯ થઈ ૯૭૬થી ૯૭૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વૈશ્વિક કોપરના ભાવ જો કે સપ્તાહના અંતે ૦.૩૭ ટકા નરમ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ નીચો ઉતરતાં વૈશ્વિક સોનાના ભાવ ઉંચકાયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં   પણ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૨.૯૪ વાળા ઘટી ૮૨.૯૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં ઉત્પાદન વધ્યાના વાવડ મળ્યા હતા. ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો ઉત્પાદનમાં મોટો કાપ મુકશે નહિં એવી શક્યતા પણ વિશ્વ બજારમાં ચર્ચાઈ રહી હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૨.૫૮ વાળા નીચામાં ૮૧.૪૩ થઈ છેલ્લે ભાવ ૮૧.૬૨ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૭.૩૭ વાળા ઘટી ૭૬.૩૫ થઈ છેલ્લે ભાવ ૭૬.૪૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૧૭૬૦ વાળા  રૂ.૬૨૦૨૫ જ્યારે ૯૯.૯૦ના રૂ.૬૨૦૦૮ વાળા રૂ.૬૨૨૭૫ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૯૬૫૩ વાળા રૂ.૬૯૭૫૦ રહ્યા હતા.

bullion

Google NewsGoogle News