સોનું ફરી પાછું 75000 અંદર, ચાંદીમાં સતત ઉછાળો, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ
Gold-Silver Price Today: દેશભરમાં આજે સોનાના ભાવમાં ફરી પાછો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ પ્રોફિટ બુકિંગ વધતાં સોનામાં અસ્થિરતા વધતાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 300 ઘટી રૂ. 74700 પ્રતિ 10 ગ્રામ થયુ હતું. જ્યારે હોલમાર્ક સોનું રૂ. 73205 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.
બીજી બાજુ ચાંદીમાં સતત ઉછાળો ચાલુ જ છે. આજે વધુ રૂ. 300 વધી રૂ. 93300 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. દેશમાં ચાંદીની સરેરાશ કિંમત રૂ. 1000થી વધી છે. દેશમાં ચાંદીનો સરેરાશ ભાવ રૂ. 93500 પ્રતિ કિગ્રા ક્રોસ થયો છે. દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 74346 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 92010 પ્રતિ કિગ્રા છે. મુંબઈમાં સોનાનો ભાવ રૂ. 74492 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 92010 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી છે,
કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફેડ રેટ કટની અપેક્ષાઓ પ્રબળ બનતાં કિંમતી ધાતુના ભાવ ઉછળ્યા છે. ચીનમાં સોનાની ખરીદીએ વિરામ લીધો છે. જેથી વોલેટિલિટી વધી છે. કોમેક્સ ગોલ્ડ 2350 ડોલર અને એમસીએક્સ સોનું 72000 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું છે. ગુરૂવારે અમેરિકાના સીપીઆઈ ડેટા જાહેર થવાના છે. રેઝિસ્ટન્સ લેવલ રૂ. 73000-73250 છે.
શેરબજારમાં ફરી પાછી તેજીનો જુવાળ, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ પર બંધ, જાણો ઉછાળાના કારણો
MCX સિલ્વર રૂ. 819 વધ્યું, સોનામાં પણ વૃદ્ધિ
એમસીએક્સ ચાંદીનો 5 સપ્ટેમ્બર માટેનો વાયદો રૂ. 819 વધી રૂ. 93433 પ્રતિ કિગ્રા નોંધાયો છે. એમસીએક્સ સોનુંં રૂ. 68 વધી રૂ. 72401 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થયુ છે. સવારે ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,578ના ભાવે ખૂલી. બાદમાં દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,598 અને નીચામાં રૂ.72,525 ના મથાળે અથડાઈ, રૂ.257 વધી રૂ.72,590ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રાક્ટ 8 ગ્રામદીઠ રૂ.151 વધી રૂ.58,627 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રાક્ટ ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.7,178ના ભાવે પહોંચ્યો હતો. સોનુંં-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.210 વધી રૂ.72,542ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.751 વધી રૂ.93,303 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રાક્ટ રૂ.738 વધી રૂ.93,276 બોલાઈ રહ્યો હતો.