સોના કરતાં ચાંદી થઈ વધુ મોંઘી, ભાવમાં રૂ. 1,500 નો વધારો, જાણો અમદાવાદમાં શું છે સોના-ચાંદીનો ભાવ
Gold Price Today: અમેરિકામાં ફુગાવામાં વધારો થવાની અપેક્ષા સાથે આજે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. પરિણામે સ્થાનિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવ વધ્યા છે. અમદાવાદ સહિત દેશના ટોચના 12 શહેરોમાં સોનાની કિંમતમાં સરેરાશ રૂ.1000 પ્રતિ 10 ગ્રામનો અને ચાંદીમાં રૂ. 1500 પ્રતિ કિગ્રાની વૃદ્ધિ જોવા મળી છે.
અમદાવાદમાં શું રહ્યો ભાવ?
અમદાવાદમાં આજે સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ. 300 વધી રૂ. 74200 થયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં રૂ. 2000ની વૃદ્ધિ નોંધાઈ છે. ગઈકાલે ચાંદીની કિંમત રૂ. 82500 પ્રતિ કિગ્રાની સપાટીએ હતી, આજે રૂ. 84500 પ્રતિ કિગ્રા થઈ છે. હોલમાર્ક સોનાની કિંમત રૂ. 72715 પ્રતિ 10 ગ્રામ રહી છે.
એમસીએક્સ પર ચાંદીમાં રૂ.1214નો ઉછાળો
એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.72001ના ભાવે ખુલી, ઉપરમાં રૂ.72225 અને નીચામાં રૂ.72000ના મથાળે અથડાઈ, રૂ.71913ના આગલા બંધ સામે રૂ.189ના ઉછાળા સાથે રૂ.72102ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.113 વધી રૂ.58100ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.7068ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઑક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.219ના ઉછાળા સાથે રૂ.72040ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.83941ના ભાવે ખુલી, ઉપરમાં રૂ.85050 અને નીચામાં રૂ.83941ના મથાળે અથડાઈ, રૂ.83681ના આગલા બંધ સામે રૂ.1214ના ઉછાળા સાથે રૂ.84895ના ભાવે બોલાયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1169 ઊછળી રૂ.84906ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.1172 ઊછળી રૂ.84912ના ભાવ થયા હતા.