સોનામાં ઐતિહાસિક તેજી સાથે કિંમત ઓલટાઈમ હાઈ પહોંચી, ચાંદી પણ ચમકી, જાણો લેટેસ્ટ રેટ
Gold Price Today: વાયદા બજારમાં સોનાએ આજે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અહીં સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ 69,487 રૂપિયાના લેવલને સ્પર્શી ગઇ હતી. આ સાથે ચાંદી પણ ચમકી હતી. આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં પણ સોનાની કિંમત ઓલ ટાઈમ હાઇને સ્પર્શી ગઇ હતી.
કેમ સોનામાં બુલ રન... ?
ચાંદીના વાયદા ભાવમાં જબરદસ્ત તેજીનો દોર જોવા મળી રહ્યો છે. એક જાણીતા નિષ્ણાતનું કહેવું છે કે અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાના અહેવાલ બાદથી સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.
વાયદા બજારમાં સોનાની કિંમત શિખરે
વાયદા બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો એપ્રિલનો કોન્ટ્રાક્ટ આજે 1,022 રૂપિયાની તેજી સાથે 68,699 રૂપિયા પર ખુલ્યો હતો. અહેવાલ લખાયા સુધીમાં આ કોન્ટ્રાક્ટ 1,215 રૂપિયાની તેજી સાથે 68,892 રૂપિયાના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. આ સમયે જ સોનું 69,487 રૂપિયાના ભાવે પહોંચી ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેમાં નીચલો સ્તર 68,699 રૂપિયા જોવા મળ્યો હતો.
ચાંદી પણ ચમકી
વાયદા બજારમાં ચાંદીની શરૂઆત તેજી સાથે થઈ. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક મે કોન્ટ્રાક્ટર આજે 402 રૂ.ની તેજી સાથે 75450 રૂપિયાના સ્તરે ખુલ્યો. સમાચાર લખવા સુધી તે કોન્ટ્રાક્ટ 622 રૂપિયાની તેજી સાથે 75670 રૂ.ના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બનાવ્યો રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના વાયદાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું 2259.20 ડૉલર પ્રતિ ઔંસના ભાવે ખુલ્યું. ત્યારબાદ તેમાં 45.70 ડૉલરની તેજી આવતા કિંમત 2284.10 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઇ રહી હતી. આ એક ઓલટાઈમ હાઈ લેવલ છે. જ્યારે ચાંદીમાં પણ વાયદાનો ભાવ 25.14 ડૉલર ખુલ્યો હતો. તેમાં 0.42 ડૉલરની તેજી જોવા મળી હતી.