સોનાનો ભાવ સળંગ બે દિવસ ઘટ્યો, ચાંદીમાં પણ રૂ. 2000 સસ્તી થઈ, જાણો અમદાવાદમાં શું છે રેટ
Gold Silver Price Today: વૈશ્વિક બજારોના સથવારે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે સોના-ચાંદીની ચમક સળંગ બે દિવસથી ઝાંખી પડી છે. જેની પાછળનું કારણ આગામી સમયમાં જારી થનારી ફેડ મિનિટ્સ પર છે.
સોનામાં રૂ. 1000નો ઘટાડો
અમદાવાદમાં સળંગ બે દિવસમાં સોનુ સસ્તુ થયુ છે, સોનાનો ભાવ છેલ્લા બે દિવસમાં રૂ. 1000 ઘટી રૂ. 77500 પ્રતિ 10 ગ્રામ થયો છે. હોલમાર્ક સોનું પણ રૂ. 980 ઘટી રૂ. 75950 પ્રતિ 10 ગ્રામ થયુ છે. ચાંદી બે દિવસમાં રૂ. 2000 સસ્તી થઈ છે. ચાંદી બે દિવસમાં રૂ. 2000 ઘટી રૂ. 90000 પ્રતિ કિગ્રા થઈ છે.
આ પણ વાંચોઃ નાબાર્ડની દેશભરમાં ખાલી પડેલી 108 જગ્યા પર કરશે ભરતી, આ રહી અરજીની તમામ વિગતો
એમસીએક્સ ચાંદીમાં ઉછાળો
સ્થાનિક રિટેલ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજી બાજુ એમસીએક્સ સોના-ચાંદી ભારે વોલેટિલિટીના અંતે સુધર્યા છે. એમસીએક્સ ગોલ્ડ (5 ડિસેમ્બર વાયદો) રૂ. 69 વધી રૂ. 75230 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે એમસીએક્સ સિલ્વર રૂ. 724 વધી રૂ. 89453 પ્રતિ કિગ્રા પર બંધ રહી હતી.
વૈશ્વિક સ્તરે સોનુ સળંગ છ સેશનથી ઘટી રહ્યું છે. જેની પાછળનું કારણ વ્યાજના દરોમાં ઘટાડાની ઓછી શક્યતાઓ દર્શાવાઈ છે. બુલિયન રોકાણકારો હાલ ફેડ રિઝર્વ દ્વારા જારી થનારા ફુગાવાના આંકડાઓ અને મિનિટ્સ પર નજર રાખતાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. ચીન દ્વારા રાહત પેકેજની જાહેરાતથી ઈક્વિટી માર્કેટને બુસ્ટ મળવાના આશાવાદ સાથે રોકાણકારો કિંમતી ધાતુ તરફથી ડાયવર્ટ થતાં જોવા મળ્યા છે.