Gold Price : સોના અને ચાંદી થયા સસ્તા, જાણો લેટેસ્ટ ભાવ
આજે વાયદા બજારમાં ચાંદીનો ભાવ ઘટીને 72 હજારથી નીચે આવી ગયો હતો
સોનાનો વાયદા બજારમાં 62,200 રુપિયાના આસપાસ વેપાર થઈ રહ્યો હતો
Image Envato |
તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર
સોના - ચાંદીના વાયદા બજારમાં આજે શરુઆતથી તેજી સાથે થયો હતો. જો કે, થોડા સમય પછી ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. આજે વાયદા બજારમાં ચાંદીનો ભાવ ઘટીને 72 હજારથી નીચે આવી ગયો હતો. જ્યારે વાયદા બજારમાં સોનાનો 62,200 રુપિયાની આસપાસ વેપાર થઈ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં શરુઆતમાં તેજી જોવા મળી હતી.
શરુઆતના સમયે વાયદા બજારમાં સોનાનો વેપાર તેજીમાં હતો
આજે સોનામાં વાયદા બજારમાં તેજીથી શરુઆત થઈ હતી. MCX પર સોનાના બેન્ચમાર્ક ફેબ્રુઆરીના કોન્ટ્રાક્ટમાં આજે 51 રુપિયાની તેજી સાથે 62,230 રુપિયા પર ભાવ ખુલ્યો હતો. પરંતુ ત્યાર બાદ થોડી જ વારમાં ઘટાડો થતા સોનાનો ભાવ 62,119 રુપિયા પર વેપાર થઈ રહ્યો હતો. આ સાથે સોનુ 62,248 રુપિયાના ભાવે ઉપલા લેવલ અને નીચેના લેવલ 62,108 પર આવી ગયુ હતું. ગયા વર્ષે ડિસેમ્બર મહીનામાં સોનાનો વાયદા બજારમાં 64,063નો ભાવ રહ્યો હતો. એટલે કે હાલમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચાંદીના વાયદા બજારમાં પણ શરુઆતમાં તેજી જોવા મળી હતી
MCX પર શરુઆતમાં ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. MCX પર ચાંદીના બેન્ચમાર્ક માર્ચ કોન્ટ્રાક્ટમાં આજે 157 રુપિયાની તેજી સાથે 72,204 રુપિયાના ભાવે ખુલ્યું હતું. ત્યાર બાદ થોડીવારમાં આ ભાવ ઘટીને 71,972 રુપિયા પર વેપાર થઈ રહ્યા હતા. તેમજ આજે ઉપરના લેવલે 72,204 પર પહોચ્યું હતુ જ્યારે નીચેના લેવલે 71,930 રુપિયા પ્રતિ કિલોના ભાવે સોદો થયા હતા. પરંતુ જ્યારે ડિસેમ્બરની વાત કરીએ તો ચાંદી વાયદા બજારમાં 78,549 રુપિયા કિલો પર ભાવ પહોચ્યો હતો. તે જોતા હાલમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. એટલે હાલ ખરીદી શકાય.