સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની તક, ભાવમાં ધરખમ ઘટાડો, સિલ્વર 6 મહિનામાં રૂ.10,000 ઘટ્યું, જાણો નવા ભાવ

મે-2023માં સોનાની કિંમત 61,739 અને ચાંદીની કિંમત રૂ.77280એ પહોંચી હતી

આજે સોનાની લેટેસ્ટ કિંમત 56,577 અને ચાંદીની કિંમત 67113 પર પહોંચી

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની તક, ભાવમાં ધરખમ ઘટાડો, સિલ્વર 6 મહિનામાં રૂ.10,000 ઘટ્યું, જાણો નવા ભાવ 1 - image

મુંબઈ, તા.03 ઓક્ટોબર-2023, મંગળવાર

તહેવારીનો સિઝન પહેલા જ સોનું અને ચાંદી સસ્તામાં ખરીદવાની તક આવી ગઈ છે... બુલિયન માર્કેટ (Bullion Market)માં આજે સોનાના હાજર ભાવ (Today Gold Price)માં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવ પણ ઊંધા માથે પટકાયા છે. ચાંદીની વાત કરીએ તો એક સમયે ચાંદીની કિંમત રૂપિયા 77280 હતી, ત્યારે ચાંદીની કિંમત (Today Silver Price) 6 મહિના બાદ આજે રૂપિયા 67113 પર પહોંચી ગઈ છે, એટલે કે 6 મહિનામાં રૂ.10,000થી વધુનો ઘટાડો થયો છે.

ચાંદીમાં રૂ.4490નો ઘટાડો

ચાંદીમાં આજે પ્રતિ કિલોએ રૂ.4490 તૂટ્યા છે, જ્યારે ગોલ્ડ 999 એટલે કે 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.1132 ઘટીને 56577 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે 23 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 56350 રૂપિયા પર ખુલ્યું છે... 22 કેરેટ સોનાની કિંમત રૂ.51850 અને 18 કેરેટની કિંમત 42433 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો પ્રતિ કિલો ચાંદીની કિંમત રૂ.71603 પરથી ગગડી રૂ.67113 પર આવી ગઈ છે. આ કિંમતો GST અને જ્વેલરી મેકિંગ ચાર્જનો ઉમેરો કરાયો નથી. જોકે જ્વેલરીનો નફો અને જીએસટી સહિત સોનું શું કિંમતે પડશે, તે આગળ તમને જણાવીશું...

7 મહિનામાં ચાંદીની કિંમતમાં રૂ.10,000નો ઘટાડો

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)એ આજે કિંમતો જાહેર કરી છે. સોના-ચાંદીના રેટમાં જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લગાવાયો નથી. એવું હોઈ શકે છે કે, તમારા શહેરમાં સોનું-ચાંદી 1000થી 2000 રૂપિયા મોંઘી મળી રહ્યું હોય...

હવે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી 5162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. 5 મેના રોજ બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની હાજર કિંમત ઓલ ટાઈમ હાઈ રૂ.61,739 પર પહોંચી ગઈ હતી... તે સમયે ચાંદીની કિંમતો પણ પ્રતિ કિલોગ્રામ રૂ.77280 હતી. આજના ભાવે ચાંદી પ્રતિ કિલોએ લગભગ રૂ.10,000 સસ્તું થયું છે.

સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની તક, ભાવમાં ધરખમ ઘટાડો, સિલ્વર 6 મહિનામાં રૂ.10,000 ઘટ્યું, જાણો નવા ભાવ 2 - image

  સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની તક, ભાવમાં ધરખમ ઘટાડો, સિલ્વર 6 મહિનામાં રૂ.10,000 ઘટ્યું, જાણો નવા ભાવ 3 - image


Google NewsGoogle News