સોના ચાંદીના ભાવમાં ફરી ફેરબદલ: ચાંદી ફરી ચમક્યું, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

આજે 24 કેરેટ સોનાનો ભાવ 66,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદી 77300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
સોના ચાંદીના ભાવમાં ફરી ફેરબદલ: ચાંદી ફરી ચમક્યું, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ 1 - image
Image Envato 

Gold Silver Price Today 16 March 2024: જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ તેની સામે ચાંદીના ભાવમાં વધારો થયો છે. જો કે, દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ હજુ પણ ઓલ ટાઈમ હાઈની નજીક જળવાઈ રહ્યો છે. આજે સોનાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થતાં સોનાની કિંમત 66 હજાર રૂપિયા પર ચાલી રહી છે. તો આ બાજુ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જેમાં 1 કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાના વધારો થતાં આજે ચાંદી  77 હજાર રૂપિયાને પાર કરી ગઈ છે. 

ચાંદી 77300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ

રિપોર્ટ અનુસાર દેશમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 66,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો 22 કેરેટ સોનાનો ભાવ 60,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયો છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 49,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો છે. આ સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી 77300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આ પહેલા ચાંદીનો ભાવ રુપિયા 77000 પ્રતિ કિલો હતો.

ચાર મોટા શહેરોમાં સોના અને ચાંદીના ભાવ આ પ્રમાણે રહ્યા હતા

અમદાવાદ સોનાની કિંમત રૂ. 60640/10 ગ્રામ અને ચાંદીની કિંમત  રુપિયા  77300/1 કિલો 

દિલ્હી - સોનાની કિંમત રૂ. 66250/10 ગ્રામ અને ચાંદીની કિંમત  રુપિયા  77300/1 કિગ્રા

કોલકાતા- સોનાની કિંમત રૂ. 66100/10 ગ્રામ અને ચાંદીની કિંમત  રુપિયા  77300/1 કિલો 

મુંબઈ - સોનાનો કિંમત રૂ. 66100/10 ગ્રામ અને ચાંદીનો કિંમત  રુપિયા  77300/1 કિગ્રા

ચેન્નાઈ - સોનાની કિંમત રૂ. 66710/10 ગ્રામ અને ચાંદીની કિંમત  રુપિયા  77300/1 કિગ્રા



Google NewsGoogle News