સોના-ચાંદી બજારમાં શુષ્ક માહોલ, અમદાવાદમાં સોનાનો ભાવ વધ્યો, ચાંદીમાં ઘટાડો, જાણો લેટેસ્ટ વધઘટ
Gold Price Today: આજે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાના પગલે સ્થાનીય બજારમાં પણ શુષ્ક માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ 0.2 ટકા ઘટી 2327.52 ડોલર પ્રતિ ઔંશ થયુ હતું. અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ સામસામા રહ્યા હતા.
અમદાવાદમાં વરસાદના આગમાન સાથે સોના-ચાંદી બજારમાં કોઈ ખાસ ઘરાકી જોવા મળી ન હતી. આજે અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 200 વધી રૂ. 74300 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત રૂ. 250 ઘટી રૂ. 91250 પ્રતિ 1 કિગ્રા બોલાઈ રહ્યા હતા. હોલમાર્ક સોનુ રૂ. 72815 પ્રતિ 10 ગ્રામ અને 995 સોનાનો ભાવ રૂ. 74300 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
રોકાણકારોની નજર ફુગાવાના આંકડા પર
બુલિયન રોકાણકારોની નજર સપ્તાહના અંતે જારી થનારા અમેરિકી ફુગાવાના આંકડાઓ પર છે. કારણકે, તે અમેરિકી ફેડ રિઝર્વના વ્યાજદરોમાં ઘટાડાના નિર્ણય પર અસર કરી શકે છે. સ્પોટ સિલ્વર 0.5 ટકા ઘટી 29.47 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી. ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાથી સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી શકે છે.
MCX પર સોનાના ભાવ
એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. MCX પર સોનાના ભાવ (5 ઓગસ્ટ, 2024) રૂ. 50 ઘટી રૂ. 71741 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. એમસીએક્સ ચાંદી (5 જુલાઈ) રૂ. 181 ઘટી રૂ. 88818 પ્રતિ કિગ્રા થઈ હતી.
વિવિધ શહેરોમાં આજે સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત રૂ. 66,390 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 72,370 પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત રૂ. 66,240 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 72,220 પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત રૂ. 67,010 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 73,110 પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત રૂ. 68,600 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂ. 68,600 પ્રતિ 10 ગ્રામ છે.