સોના- ચાંદી, ક્રૂડમાં પીછેહટ: સાઉદી ભાવ ઘટાડશે

- ઓપેકમાં ઉત્પાદન વધવાની વકી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
સોના- ચાંદી, ક્રૂડમાં પીછેહટ: સાઉદી ભાવ ઘટાડશે 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજારના સમાચાર પીછેહટ બતાવી રહ્યા હતા. જોકે અમેરિકામાં લેબર- ડેના પગલે બજારો બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૦૩થી ૨૫૦૪ વાળા નીચામાં ૨૪૯૦થી ૨૪૯૧ થઈ ૨૫૦૨થી ૨૫૦૩ ડોલર રહ્યા હતા.  વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૮.૮૬થી ૨૮.૮૭ વાળા નીચામાં ૨૮.૩૨ થઈ ૨૮.૬૨થી ૨૮.૬૩ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૩૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦ ઘટી રૂ.૮૩૫૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૨૯થી ૯૩૦ વાળા નીચામાં ૯૨૪ થઈ ૯૨૬થી ૯૨૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૬૯થી ૯૭૦ વાળા જોકે વધી ઉંચામાં ૯૭૭ થઈ ૯૭૨થી ૯૭૩ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ ૦.૮૮ ટકા નરમ હતા.ઓપેકના દેશો ઓક્ટોબરથી કદાચ ઉત્પાદન વધારશે એવી શક્યતા વિશ્વબજારમાં ચર્ચાઈ રહી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૬.૯૩ વાળા નીચામાં ૭૬.૨૧ થઈ ૭૬.૮૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૩.૫૫ વાળા નીચામાં ૭૨.૮૯ થઈ ૭૩.૪૭ ડોલર રહ્યા હતા. 

ચીનની નવી માગની રાહ બજારમાં જોવાઈ રહી હતી. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૩૫૦ વાળા રૂ.૭૧૧૫૧ થઈ રૂ.૭૧૨૨૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૬૫૦ વાળા રૂ.૭૧૪૩૭ થઈ રૂ.૭૧૫૧૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગરરૂ.૮૪૦૦૦ વાળા રૂ.૮૨૩૭૬ થઈ રૂ.૮૨૭૮૦ રહ્યા હતા.

સાઉદી અરેબીયા ક્રૂડતેલના ભાવ કદાચ ઓક્ટોબરમાં ઘટાડશે એવી શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. ઓપેકના દેશો ઓક્ટોબરથી દૈનિક ઉત્પાદનમાં ૧ લાખ ૮૦ હજાર બેરલ્સની વૃધ્ધિ કરશે એવી શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.

bullion

Google NewsGoogle News