સોનું રૂ. 62,500, ચાંદી 72,500, ઓઈલ 75 ડોલર

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
સોનું રૂ. 62,500, ચાંદી 72,500, ઓઈલ 75 ડોલર 1 - image


- વિશ્વ બજારમાં ભાવો ગગડયા રૂપિયા સામે ડોલરમાં વધ્યા ભાવથી પીછેહટ જોવા મળી

- કરન્સી બજારમાં સરકારી બેન્કો ઉછાળે ડોલર વેંચવા નિકળી: પાઉન્ડ, યુરો તથા જાપાન, ચીનની કરન્સીના ભાવ તૂટયા

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે તૂટતા ભાવોએ વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. અમેરિકામાં  જોબગ્રોથના આંકડા સારા આવતાં વિશ્વ બજારમાં ડોલરની મજબૂતાઈના પગલે વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૦૦૪થી ૨૦૦૫ વાળા ગબડી નીચામાં ભાવ ૧૯૯૧ થઈ ૧૯૯૩થી ૧૯૯૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૩.૦૧ વાળા નીચામાં ૨૨.૮૭ થઈ ૨૨.૮૯થી ૨૨.૯૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦ ઘટી રૂ.૭૨૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૨૦થી ૯૨૧ વાળા જોકે વધી ૯૨૬ થઈ ૯૨૪થી ૯૨૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૪૬થી ૯૪૭ વાળા ૯૫૨ થઈ ૯૪૮થી ૯૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૫ ટકા માઈનસમાં રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૫.૮૪ વાળા નીચામાં ૭૫.૦૧ થઈ ૭૫.૧૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૧.૨૩ વાળા નીચામાં ૭૦.૩૫ થઈ ૭૦.૬૩ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૧૫૭૫ વાળા રૂ.૬૧૨૦૬ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૮૨૫ વાળા રૂ.૬૧૪૫૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૭૦૦ વાળા રૂ.૭૧૪૦૨ બોલાતા થયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩લ ટરા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. ડોલરના ભાવ જે શનિવારે બંધ બજારે વધી રૂ.૮૩.૪૮થી ૮૩.૪૯ થઈ ગયા હતા તે આજે સવારે રૂ.૮૩.૩૯ ખુલી નીચામાં ભાવ રૂ.૮૩.૩૬ તથા ઉંચામાં રૂ.૮૩.૪૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૩૯ રહ્યા હતા. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આજે રિઝર્વ બેન્કની કહેવાતી સૂચનાથી અમુક સરકારી બેન્કો બજારમાં ડોલર વેંચવા નિકળી હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ આજે નીચામાં ૧૦૩.૯૩ તથા ઉંચામાં ૧૦૪.૨૧ થઈ ૧૦૪.૧૧ રહ્યો હતો.ં   મુંબઈ બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩ પૈસા ઘટી રૂ.૧૦૪.૬૮ રહ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૯ પૈસા ઘટી રૂ.૮૯.૭૭ રહ્યા હતા. અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષાથી સારા આવતાં વિશ્વ બજારમાં ડોલર સામે વિવિધ પ્રમુખ કરન્સીઓના ભાવ આજે ગબડતા જોવા મળ્યા હતા. મુંબઈ બજારમાં રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૧.૨૩ ટકા તૂટી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૨૫ ટકા નરમ રહી હતી. જાપાનથી મળતા સમાચાર મુજબ ત્યાં હાલ તુરત સરકાર નીચા વ્યાજના દરની નિતી ચાલુ રાખશે એવી શક્યતા છે. આના પગલે વિશ્વ બજારમાં જાપાનની કરન્સીના ભાવ તૂટયાના નિર્દેશો મળ્યા હતા. 

ડોલર ૮૩.૪૯

બ્રિટીશ પાઉન્ડ ૧૦૪.૬૮

યુરો ૮૯.૭૭


Google NewsGoogle News