અમેરિકામાં ફુગાવો અપેક્ષાથી ઉંચો આવતા વિશ્વ બજારમાં સોનું ઉંચકાયું

- પેલેડીયમના ભાવ ઉછળી ઔંશના ૧૦૦૦ ડોલર નજીક પહોંચ્યા

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
અમેરિકામાં ફુગાવો અપેક્ષાથી ઉંચો આવતા વિશ્વ બજારમાં સોનું ઉંચકાયું 1 - image


મુંબઈ,શુક્રવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે સોનાના ભાવ આજે સવારે નીચા ખુલ્યા પછી બપોર પછી ફરી વધ્યા હતા છતાં પાછલા દિવસના બંધ ભાવની સરખામણીએ આજે બજાર ભાવ નીચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. સોનાના વૈશ્વિક ભાવ ઔંશદીઠ ૨૫૦૯થી ૨૫૧૦ વાળા ઉંચામાં ૨૫૨૬થી ૨૫૨૭ થઈ ૨૫૨૧થી ૨૫૨૨ ડોલર રહ્યા હતા. 

અમેરિકામાં આજે બહાર પડેલા ફુગાવાના ડેટા બજારની અપેક્ષાતી વધુ આવ્યા હતા. ઘરઆંગણે નવી માગ ધીમી હતી. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૪૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૨૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૮૬૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં જો કે સોના પાછળ ચાંદીના ભાવ પણ વધ્યા હતા.  વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૯.૪૨થી ૨૯.૪૩ વાળા આજે ઉંચામાં ૨૯.૫૯ થઈ ૨૯.૫૨થી ૨૯.૫૩ ડોલર  રહ્યા હતા.

મુબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૭૧૩ વાળા રૂ.૭૧૫૮૧ થઈ રૂ.૭૧૬૭૦ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૦૦૧ વાળા રૂ.૭૧૮૬૯ થઈ રૂ.૭૧૯૫૮ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૫૦૭૨ વાળા રૂ.૮૫૦૧૯ બોલાઈ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૪૦થી ૯૪૧ વાળા વધી ૯૫૦ થઈ ૯૪૪થી ૯૪૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૫૭થી ૯૫૮ વાળા ઝડપી વધી ઉંચામાં ૧૦૦૦ ડોલરની નજીક ૯૯૫ થઈ ૯૯૧થી ૯૯૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૩ ટકા વધ્યા હતા. 

ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ૭૯.૧૮ વાળા ઉંચામાં ૮૦ પાર કરી ૮૦.૬૦ થઈ ૭૯.૮૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૫.૧૪ વાળા ઉંચામાં ૭૬.૫૯ થઈ ૭૫.૯૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

bullion

Google NewsGoogle News